Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara Corporation Health Department Red On Juice Center In Vadodara

કેરીનો રસ પીતા પહેલા જોઇ લો આ દ્રશ્યોઃ ગટરમાં ફેંકી દેવાયા રસ, તડબૂચ

divyabhaskar.com | Apr 21, 2017, 08:30 AM IST

  • વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જ્યુસ સેન્ટર અને તડબૂચના વેપારીઓ પર દરોડા પાડી કેરીનો રસ અને ખુલ્લા પડેલા તડબૂચનો નાશ કર્યો
વડોદરાઃશહેરમાં વેચાઇ રહેલા આરોગ્યને હાની પહોંચાડતો કેરીનો રસ, શેરડીના રસના કોલા અને તડબુચના પથારા પર આજે વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો. આરોગ્ય વિભાગની વિવિધ બે ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી સડી ગયેલી અને ઇથેનીલ પાઉડર અને કાર્બાઇડ પાઉડરથી પકવેલી 150 કિલો ઉપરાંત કેરી, 30 લિટર ચાસણી, 120 કિલો કાપેલા તડબૂચ અને લીંબુનો નાશ કર્યો હતો. કેરીનો અખાદ્ય રસ ગટરમાં ફેંકી દેવાયો હતો જ્યારે ખુલ્લા પડેલા તડબૂચને ડસ્ટબીનમાં ફેંકી દેવાયા હતા. આ ઉપરાંત કેરી અને શેરડીના રસના 8 કોલા સંચાલકોને નોટીસો ફટકારી હતી.
 
સડેલી કેરી, ગંધાતો રસ, ખુલ્લા પડેલા તડબુચનો નાશ કરાયો
 
વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગની બે ટીમો દ્વારા સમા, નિઝામપુરા, છાણી, કારેલીબાગ, પાણીગેટ, આજવા રોડ, વાઘોડિયા રોડ પર ઠેર-ઠેર શરૂ થયેલા કેરી રસ, કેરી રસના જ્યુસ સેન્ટરો, શેરડી રસના કોલા અને તડબૂચના પથારાઓ ઉપર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમોને ઇથેનીલ પાવડર અને કાર્બાઇડ પાવડરથી પકવેલી અને સળેલી કેરીઓ, તડબુચ મળી આવ્યા હતા. 
 
આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર વિપુલ રાણાએ જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા આજવા રોડ, વાઘોડિયા રોડ અને પાણીગેટ વિસ્તારમાં 12 કેરી રસના જ્યુસ સેન્ટરો, 8 તડબૂચના પથારા અને 5 શેરડીના કોલા ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ઇથેનીલ પાઉડર અને કાર્બાઇડ પાઉડરથી પકવેલી અને સડી ગયેલી 75 કિલો ઉપરાંત કેરી, 40 કિલો કેરીનો રસ (જ્યુસ) અને 15 લિટર ચાસણીનો નાશ કરવામાં આવ્યો હતો. અને લાયસન્સ અને રજિસ્ટ્રેશન વગર શેરડી રસના કોલા, કેરી જ્યુસ સેન્ટર ચલાવતા 4 સંચાલકોને નોટિસો ફટકારી હતી. 
 
વડોદરામાં દરોડાથી વેપારીઓની હાલત ખરાબ.... બીજે ક્યાં પડી રેડ....વાંચવા માટે ફોટો બદલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara corporation health department red on juice center in vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended