Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara Citizens Frightened Of Gas Leak In Different Areas

વડોદરાઃ ગેસ ગળતરથી શહેરીજનો ભયભીત, માસ્ક બાંધી કલેક્ટર કચેરીએ પહોંચ્યા

divyabhaskar.com | Apr 12, 2017, 15:41 PM IST

  • શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ ગળતરથી શહેરીજનો પરેશાન
વડોદરાઃશહેરના નિઝામપુરા, ગોરવા, નવાયાર્ડ, માંજલપુર, ટી.પી.-13 સહિત વિવિધ વિસ્તારોમાં મંગળવારે રાત્રે ગેસની દુર્ગંધ આવતા રહીશો ભયના ઓથાર નીચે આવી ગયા હતા. છેલ્લા 10 દિવસમાં બીજી વખત બનેલી ગેસ ગળતરની ઘટનાને પગલે આજે જાગો વડોદરા જાગો અભિયાનના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં ગત તા.28 થી 31 માર્ચ દરમિયાન થયેલા ગેસ ગળતરનો તપાસ રિપોર્ટ જાહેર કરવાની માંગણી કરી હતી. 
ગેસની સ્મેલ આવતાં લોકો ઘરની બહાર નીકળી ગયા 
 
જોગો વડોદરા જાગો અભિયાનના અગ્રણીઓ નરેન્દ્ર રાવત, અમી રાવત સહિતનાઓએ જણાવ્યું હતું કે, ગત તા.28 થી તા.31 માર્ચ દરમિયાન શહેરના સયાજીગંજ, પ્રતાપગંજ, ગોરવા, દાંડિયાબજાર, નવાપુરા સહિત વિવિધ વિસ્તારોમાં એલ.પી.જી. જેવા ગેસની દુર્ગંધ આવતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. 
 
ગેસ ગળતરના મૂળ શોધવામાં તંત્ર નિષ્ફળ ગયાનો લોકોનો આક્ષેપ
 
તા.28 થી 31 માર્ચ દરમિયાન ફેલાયેલા ગેસનું મૂળ તંત્ર શોધી શક્યું નથી. ત્યાં મંગળવારે રાત્રે નિઝામપુરા, ગોરવા, ટી.પી. 13, નવાયાર્ડ, માંજલપુર સહિતના વિવિધ વિસ્તારોમાં ગેસની દુર્ગંધ આવતા લોકો પુનઃ ભયના ઓથાર નીચે આવી ગયા હતા. ગેસ ગળતરના મૂળ શોધવામાં ધરાર નિષ્ફળ ગયેલા તંત્ર સામે આજે જાગો વડોદરા જાગો અભિયાન સમિતી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધિને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તા.28 થી 31 માર્ચ સુધી થયેલા ગેસ લીકેજનો રિપોર્ટ જાહેર કરવાની માંગમી કરવામાં આવી હતી. 
 
તમામ તસવીરોઃ ભરત પારેખ(વડોદરા)
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara citizens frightened of Gas leak in different areas
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended