Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Unique Restraint In Vadodara, Pizza Served From The Train

વડોદરાની અનોખી રેસ્ટોરાં: અહીં વેઇટર્સ નહીં ટ્રેન પીરસે છે પિઝા

divyabhaskar.com | May 17, 2017, 08:28 AM IST

  • વડોદરાની અનોખી રેસ્ટોરાંમાં ટ્રેન દ્વારા લોકો પાસે ટેબલ પર આવેલો પિઝા
વડોદરાઃ શહેરના નટુભાઇ સર્કલ પાસે અનોખી રેસ્ટોરાં ચાલે છે. આ રેરેસ્ટોરાંમાં પ્રવેશ કરતાં જ આલાગ્રાન્ડ ટ્રેનમાં બેઠા હોય તથા સુંદર અને સ્વચ્છ રેલ્વે સ્ટેશન પર ઉભા હોય તેવો અનુભવ થાય છે. આ ઉપરાંત રેસ્ટોરાંમાં ટ્રેન દ્વારા જ પિઝા પિરસવામાં આવે છે. આ પ્રકારે જમવાનું પિરસતી વડોદરાની પ્રથમ રેસ્ટોરાં છે. વિદેશમાં 12 વર્ષ નોકરી કર્યા બાદ ભરૂચના યુવાને વડોદરામાં આ સ્ટાર્ટઅપ શરૂ કર્યુ હતુ.
 
 
 
રેસ્ટોરાંમાં વેઇટર્સ નહીં ટ્રેન પીરસે છે પિઝા
 
મૂળ ભરૂચના અને વડોદરામાં રહેતા મનિષ પટેલે તેમના ભાઇ નિરવ પટેલ અને મિત્ર ધવલ પટેલ સાથે મળીને વડોદરામાં લા પિઝા ટ્રેનો નામની રેરેસ્ટોરાં શરૂ કરી હતી. આ રેસ્ટોરેન્ટમાં જમવા માટે આવતા લોકો જુદા જ પ્રકારનો નવો અનુભવ કરે છે. સૌપ્રથમ અહીં વેઇટર દ્વારા ગ્રાહક પાસેથી ઓર્ડર લેવામાં આવે છે. ત્યારબાદ ઓર્ડર પ્રમાણે પેન્ટ્રીમાંથી પિઝાને બહાર લાવી તેને ટ્રેન સાથે રહેલી ટ્રેમાં મુકવામાં આવે છે. ટ્રેન મારફતે પિઝાને લોકો પાસે મોકલવામાં આવે છે. પિઝા ટેબલ પર પહોંચે ત્યારે વેઇટર દ્વારા પિઝા ગ્રાહકને પિરસવામાં આવે છે અને લોકો તેનો આનંદ માણે છે. આ ટ્રેનને વાઇફાઇ દ્વારા લેપટોપથી ઓપરેટ કરવામાં આવે છે. જેમાં જે ટેબલ સિલેક્ટ કરે ત્યાં ટ્રેન ઉભી રહે છે. ઉલ્લેખનીય છે કે દરેક ટેબલને વડોદરાના વિવિધ વિસ્તારોના નામ આપવામાં આવ્યા છે.
 
આગળની સ્લાઇડ્સ ક્લીક કરીને વાંચો....મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ 12 વર્ષ વિદેશોમાં નોકરી કરી પછી ટ્રેનના કોન્સેપ્ટ વાળુ રેરેસ્ટોરાં શરૂ કરવાનો વિચાર આવતા વડોદરામાં ભાઇ અને મિત્રને સાથે લઇ શરુ કર્યું રેરેસ્ટોરાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Unique restraint in vadodara, Pizza served from the train
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended