Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Two Lovers Suicide In Chansad Near Vadodara, Investigation By Padra Polcie

વડોદરાઃ ચાણસદમાં પ્રેમી પંખીડાનો આપઘાત, કૂતરાઓએ મૃતદેહ ફાડી ખાધા

divyabhaskar.com | Apr 20, 2017, 10:42 AM IST

  • વડોદરા નજીક આવેલા ચાણસદ ગામમાં આપઘાત કરેલા પ્રેમી પંખીડાની ફાઇલ તસવીર
વડોદરાઃ પાદરા તાલુકાના ચાણસદે ગામે અપરિણીત યુવક અને પરિણીત યુવતીએ પ્રેમનો કરૂણ અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. બંને પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. બંને મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ હોવાનો એકરાર કરાયો હતો. યુવકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, "3 મહિના પછી મને ખબર પડી કે તે મને દગો કરે છે. મારી સાથે પ્યારનું નાટક કરે છે. હું પરમાર ભાઇલાલ કનુભાઇ આજે 2:50 મિનિટે મરવા જઇ રહ્યો છું. ચકુના મોબાઇલમાં બીજાના નંબર છે તેના લીધે આ કામ કરવા જઇ રહ્યા છીએ." યુવકે નોટમાં લખેલુ લખાણ અનેક સવાલો ઉભા કરે છે. આ મામલે પાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.
 
ચાણસદમાં પ્રેમી પંખીડાનો આપઘાત
 
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે ગામની હાઇસ્કૂલની પાછળની ગૌ-શાળાની ખુલ્લી જગ્યામાં બે લાશોને કૂતરા ફાડી ખાતા હોવાની જાણ ગામના વ્યક્તિઓએ જાણ ગ્રામ પંચાયતના સદસ્યને કરી હતી. જેથી તેઓએ પાદરા પોલીસને ઉક્ત બનાવની જાણ કરી હતી. જેથી પેલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા યુવક યુવતીને લાશોને કૂતરાં ફાડી ખાતા હતાં. તપાસ કરતા મૃતદેહ પાસેથી ઝેરી દવાનો બોટલ મળી આવી સાથે એક ડાયરીમાં સુસાઇડ નોટ પણ લખી હતી. 
 
બંનેના મૃતદેહોને કૂતરાઓએ ફાડી ખાધા 
 
આ સુસાઈડ નોટમાં બંનેને પ્રેમ સંબંધ હોવાનો એકરાર કરવામાં આવ્યો હતો. આ ડાયરીમાં બંનેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મરનાર યુવક નામ ભાઈલાલ પરમાર (ઉં.વ.31) જે ચાણસદ ગામે વણકરવાસમાં રહેતો હતો. કપિલાબેન રાઠોડ ઉં.વ.31 જે મૂળ ચાણસદની અને વાછરા તાલુકાના રોઝાટંકારીયા ગામે તેના લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યુ છે. સાથે પરિણીત કપિલા ઉર્ફે ચકુ મરનાર ભાઈલાલ પરમારના ભાઈ કિશોરભાઈની સાળી હોવાનું બહાર આવ્યું હતું. ગત 12મીએ રોઝા ટંકારીયાથી તે ગુમ થઈ હતી. 
 
ગત રાત્રીના બંને મૃતદેહ ચાણસદ ગામે હાઈસ્કૂલના પાછળથી ગૌ-શાળાની ખુલ્લી જગ્યામાંથી કૂતરાએ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. મૃતદેહ ચાર દિવસથી પડ્યા હોવાથી તેમાંથી દુર્ગંધ આવતી હતી. પરિણીતાનો એક હાથ પણ કૂતરાએ ફાડી ખાધો હતો. પાદરા પોલીસે યુવક યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. 
 
3 મહિના પછી મને ખબર પડી કે તે મને દગો કરે છે. મારી સાથે પ્યારનું નાટક કરે છે...હું પરમાર ભાઇલાલ કનુભાઇ આજે 2:50 મિનીટે મરવા જઇ રહ્યો છું...ચકુના મોબાઇલમાં બીજાના નંબર છે તેના લીધે આ કામ કરવા જઇ રહ્યા છીએ. શું હતી યુવકની અંતિમ ઇચ્છા...સુસાઈડનોટમાં શું લખ્યુ વાંચવા માટે ફોટો બદલતા જાવ
 
તસવીરોઃ​ ચિંતન ગાંધી, પાદરા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two Lovers suicide in chansad near vadodara, investigation by padra polcie
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended