Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Two Brothers Killed In Canal Drowning Near Padra

વડોદરાઃ બે સગાભાઈનાં કેનાલમાં ડૂબી જતાં મોત,બન્ને હતાં પારૂલનાં વિદ્યાર્થી

divyabhaskar.com | Mar 19, 2017, 03:46 AM IST

  • કેનાલમાં ડૂબી જતાં મોતને ભેટેલા બે સગા ભાઈઓ
વડોદરાઃ પાદરા તાલુકાના ઘાયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેલાન પાસે કાર શીખવા માટે ગયેલા બે સગા ભાઈઓનાં કેનાલમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. પાદરા નગરના રહેવાસી અને વાઘોડિયા તાલુકાના લીમડા ગામ પાસે આવેલ પારૂલ ઇન્સ્ટીટ્યુટમાં મિકેનીકલ અને ઇલેકટ્રીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા બે સગા ભાઇઓના મોત નીપજતા પાદરા નગરમાં ચકચાર મચી ગઇ હતી. 
 
બન્ને સગાભાઈ પારૂલ ઈન્સ્ટિટ્યૂટમાં એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા હતા
 
પ્રાપ્ત વિગત અનુસાર પાદર નગરમાં આવેલી ગુરૂકૃપા સોસાયટીમાં રમેશભાઇ અંબુભાઇ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે અને પાદરામાં જ જ્વેલર્સનો શોરૂમ ધરાવે છે. વાઘોડિયા તાલુકાના લીમડા ગામ પાસે આવેલા પારૂલ ઇન્સ્ટીટ્યૂટમાં મિકેનીકલ એન્જિનીયરીંગમાં ડીગ્રી કરતો રમેશભાઇ પ્રજાપતિનો મોટો પુત્ર હાર્દિક (ઉં.વ.21) અને ઇલેકટ્રીકલ એન્જિનીયરીંગમાં ડીપ્લોમાં કરતો નાનો પુત્ર પ્રણવ (ઉં.વ.18) આજે તાલુકાના ઘાયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે કાર શિખવા માટે ગયા હતા. આ ઉપરાંત અન્ય કાર લઇને તેઓનો પિતરાઇ ભાઇ પણ સાથે ગયો હતો.
 
વૃદ્ધાવસ્થાના સહારા છીનવાયા

રમેશભાઈ પ્રજાપતિને સંતાનમાં બે દીકરા જ હતા. જેમાં હાર્દિકે પારુલમાં મિકેનિકલના ત્રીજા વર્ષની ડિગ્રી મેળવી છે. જ્યારે પ્રણવ ડિપ્લોમાના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સંતાનમાં એક પણ દીકરી ન હતી. બંને કેનાલમાં તણાવાથી રમેશભાઈનો વૃદ્ધાવસ્થાનો સહારો છીનવાઈ ગયો હતો.
 
આગળ વાંચો...કેવી રીતે કેનાલમાં ગરકાવ થયા બન્ને ભાઈઓ....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two brothers killed in Canal drowning near padra
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended