Home »Madhya Gujarat »Latest News »Vadodara City» The Woman Was Put On Sell Herself In Social Media, Today She Is Model And Heroin

વડોદરાઃઆ મહિલાએ પોતાની જાતને FB પર વેચવા કાઢેલી, હવે કરે છે આવુ કામ

divyabhaskar.com | Mar 09, 2017, 12:36 PM IST

  • મોડેલ અને અભિનેત્રી ચાંદની રાજગૌર
વડોદરાઃ વિમેન્સ ડે નિમિત્તે એક એવી મહિલાની વાત કરવી છે જેને જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે. વડોદરામાં રહેતી ચાંદની રાજગૌર નામની મહિલાએ એક સમયે પોતાની જાતને સોશ્યલ મિડીયા પર વેચવા માટે મુકી હતી, પરંતુ આજે તે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની સાથે મોડેલિંગ પણ કરે છે. 2014માં ચાંદનીએ પરિવારની આર્થિક સંકળામણથી ઘરાઇ જતાં સોશ્યલ મીડિયા પર પોતાની જાતને વેચવા માટે મૂકી દીધી હતી.
 
2014માં ચાંદનીએ પોતાની જાતને FB પર વેચવા કાઢેલી
 
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી મોડેલ અને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી ચાંદની રાજગૌરની જિંદગીં એક સમયે બદ્દતર બની ગઇ હતી. વયોવૃધ્ધ માતા તથા પિતા સાથે રહેતી ચાંદનીએ 2014માં સોશ્યલ મીડીયા પર નાણાંકીય ભીડ અને આર્થિક કટોકટીથી તંગ બનીને પોતાની જાતને વેચવા માટે મૂકતાં સોશ્યલ મીડિયામાં ભારે હોબાળો મચી ગયો હતો. સોશ્યલ મીડીયા પર પોતાની જાતને વેચવા મૂકતાં યુવતી પર ફોનનો મારો શરૂ થઇ ગયો હતો. લોકોના ફોન આવવાના શરૂ થતાં યુવતીએ પોતે આર્થિક મજબૂરીના કારણે પ્રકારનું લખાણ સોશ્યલ મીડીયા પર મૂકવાની ફરજ પડી હોવાનો એકરાર કર્યો હતો.
 
યુવતીએ ઘરમાં ખાવા માટે અન્નનો દાણો હોવાનું તેમજ માતા-પિતાની સેવાના લીધે નોકરી પણ છૂટી ગઇ હોવાનું કારણ જણાવ્યું હતું. સૌ કોઇ મદદના બહાને મારા શરીર પર નજર બગાડતાં હોવાનો ઘટફોસ્ટ યુવતીએ કર્યો હતો. ચાંદનીએ ઇચ્છાએ નહીં પરંતુ મજબૂરીમાં આવુ કરવાની ફરજ પડી હતી. લકવાગ્રસ્ત માતા અને અકસ્માતમાં પગની ઇજાથી ઘેરાયેલા પિતાની શારીરિક તકલીફો જોઇને ગુજરાન ચલાવવા માટે રસ્તો અપનાવવો પડ્યો હતો. પરંતુ બાદમાં સરકારી સહાય મળવાને કારણે ચાંદનીના પરિવારને સહારો મળ્યો હતો.
 
હવે શું કામ કરે છે ચાંદની... ચાંદની ક્યાંથી ક્યાં પહોંચી ગઇ...95 %લોકો મદદના બહાને શિકાર શોધે છે...વાંચવા માટે ફોટો બદલો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The woman was put on sell herself in social media, today she is model and heroin
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended