Home »Madhya Gujarat »Latest News »Vadodara City» The Only Egyptian Mummy In Gujarat Has Survived In This Museum At Vadodara

ગુજરાતમાં એકમાત્ર અહીં સચવાયુ છે ઇજિપ્તનું મમી: 120 વર્ષથી મનાતું હતું સ્ત્રીનું

divyabhaskar.com | May 18, 2017, 11:06 AM IST

  • બરોડા મ્યુઝિયમમાં 1895માં ઇજિપ્તના આ મમીને લવાયુ હતુ.
વડોદરા: 18મી મેના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે તરીકે ઉજવાય છે. 19મી સદીમાં દેશના સૌથી રસપ્રદ મ્યુઝિયમ તરીકે બરોડા મ્યુઝિયમનું સ્થાન હતું. બરોડા મ્યુઝિયમમાં વિશ્વની કેટલીક અજાયબીભરી ચીજોનું કલેક્શન છે. જેમાં ઇજિપ્તના મમીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં એકમાત્ર બરોડા મ્યુઝિમમાં જ ઇજિપ્તનું મમી સચવાયેલુ છે. આ મમી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1895માં ખરીદ્યુ હતું. આ મમી સ્ત્રીનું હોવાનું છેલ્લાં 120 વર્ષથી મનાતું હતું. જો કે તે પુરુષનું હોવાનો સૌથી રોચક ખુલાસો બ્રિટિશ મ્યુઝિયમનાં ઇજિપ્ત અને સુદાન ગેલેરીનાં આસિસ્ટન્ટ કીપર અને ઇજિપ્તૉલૉજિસ્ટ માર્સલ મેરીએ કર્યો હતો.
 
 
માર્સલ મેરીએ 2 મહિના સુધી તેમના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા
 
બરોડા મ્યુઝિયમમાં અનેક દુર્લભ ચીજોનો સંગ્રહ હાલમાં પણ ઉપલબ્ધ છે. વર્ષ 2013માં માર્સલ મેરી બરોડા મ્યુઝિયમની મુલાકાતે આવ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન તત્કાલીન ક્યુરેટર શૈલેશ ઘોડાએ માર્સલ મેરીને આ મમી વિશે ક્વેરી કરી હતી. માર્સલ મેરી બરોડા મ્યુઝિયમમાં આ મમીને નિહાળી તેની ઉપરના લખાણ વાંચીને પરત જતાં રહ્યાં હતા. માર્સલ મેરીએ શૈલેશ ઘોડાને ઇમેલ પર 2 મહિના સુધી તેમના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
બરોડા મ્યુઝિમનું મમી કોઇ સ્ત્રીનું નહીં પુરુષનું છે
 
માર્સલે આપેલા પ્રત્યુતરમાં જણાવાયું છે કે, આ મમી કોઇ સ્ત્રીનું નથી. આ મમી પુરુષનું છે અને તે પણ એક ઇજિપ્શિયન ધર્મગુરુનું છે. મમીની ઉપર લખાયેલું નામ ‘હૉર્નાખ્ત’ એ ઇજિપ્તની સંસ્કૃતિમાં પુરુષનાં નામ હોય છે. આ પ્રથમ પુરાવાના આધારે તેમણે મમીની સ્ટડી કરીને જણાવ્યું હતું કે, આ પુરુષનું મમી છે. બરોડા મ્યુઝિયમમાં આ મમીને યુવતીના મમી તરીકે જ ગણાતું હતું. પરંતુ આ પત્રવ્યવહાર અને માર્સલ મેરીના તારણ બાદ શૈલેશ ઘોડાએ પોતાની માર્ચ 2013ની નિવૃત્તિ પહેલાં તેનુ લેબલિંગ ચેન્જ કર્યું છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો ઇજિપ્તના ધર્મગુરુ ‘હૉર્નાખ્ત’ કોણ હતા ? 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The only Egyptian mummy in Gujarat has survived in this museum at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended