Home »Madhya Gujarat »Latest News »Vadodara City» The Husband And Daughter Tried To Kill Of Woman By Spraying Kerosene Near Padra

'તું અરવિંદ સાથે આડા સબંધ કેમ રાખે છે', કહી પત્નીને કેરોસીન છાંટી સળગાવી

divyabhaskar.com | May 18, 2017, 15:23 PM IST

  • તસવીર પ્રતિકાત્મક ઉપયોગ માટે જ છે
વડોદરાઃ પાદરા તાલુકાના મહુવડ ગામે 'તુ અરવિંદ સાલમ ગોહિલ સાથે આડા સબંધ કેમ રાખે છે'. તેમ કહીને પતિએ પત્નીને કેરોસીન છાંટીને હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે દાઝેલી મહિલાની હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે પત્નીની ફરિયાદના આધારે પતિ અને પુત્રી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. 
 
 
'તું અરવિંદ સાથે આડા સબંધ કેમ રાખે છે', કહી પતિએ પત્નીને સળગાવી
 
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહુવડ ગામે રહેતાં રંગીતભાઇ સાજાભાઇ ગોહીલના પત્ની રમીલાબેન પોતાના ઘરે ચુલો સળગાવી રસોઇ બનાવતા હતા. તે સમયે પતિ રંગીતભાઇ ગોહિલે પત્ની રમીલાને કહેલ કે 'તુ અરવિંદ સાલમ ગોહિલ સાથે આડા સબંધ કેમ રાખે છે, તું અરવિંદ સાથે આડા સબંધ રાખતી હોવાથી તને ઉપર પહોચાડી દઇશ' આ સમયે રંગીતભાઇની પુત્રી હીનાબેન ત્યાં આવી પહોંચી હતી. રંગીત ગોહિલે ચુલા નજીક પડેલા ડબ્બાનું કેરોસીન રમીલાબેનની છાતીના ભાગે છાંટ્યુ હતુ. તે દરમિયાન હિનાએ માતાને પકડી રાખતા રંગીતભાઇ ચુલામાંથી સળગતું લાકડું લઇને રમીલાબહેન પર નાંખી સળગાવી દેતાં રમીલાએ બુમાબુમ કરી મુકી હતી. જેથી શાહેદ અરવિંદભાઇ તેમજ સરસ્વતીબેન નજીક દોડી આવતા આગ ઓલવી નાખી હતી. રમીલાબેન સળગતું લાકડું નાખતાં ગંભીર રીતે છાંતી-મોઢા તથા બન્ને હાથે પગે અને શરીરના ભાગે દાઝી જતાં ગંભીર હાલતમાં પ્રથમ વડુની સરકારી હોસ્પિટલમાં 108માં સારવાર અર્થે ખસેડાયા બાદ તુરંત વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. 
 
વધુ વિગતો વાંચવા માટે આગળ ક્લિક કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The husband and daughter tried to kill of woman by spraying kerosene near padra
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended