Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Swami Sugney Rape Case Victim Girl Latter To Hariprasad Swami

'સુજ્ઞેય મારા બાથરૂમ અને શાવરના ફોટો માંગતો': પીડિતાનો હરિપ્રસાદને પત્ર

divyabhaskar.com | Mar 19, 2017, 13:26 PM IST

વડોદરાઃ કેનેડાના ટોરેન્ટોમાં સ્વામી સુજ્ઞેયે ગુજરાતી યુવતી પર કરેલા કથિત દુષ્કર્મ મામલે પીડિતાએ હરિપ્રસાદ સ્વામીને લખેલો પત્ર બહાર આવ્યો છે. જેમાં પીડિતાએ લખ્યુ છે કે, "હવસખોર સુજ્ઞેય સ્વામી મારી પાસે વારંવાર મારા ફોટો માંગતા હતા. તેઓ મને મારા રેગ્યુલર અને બાથરૂમ અને શાવરના ફોટો માંગતો હતો"
 
દુષ્કર્મ પીડિતાએ હરિપ્રસાદ સ્વામીને લખેલો પત્ર
 
સોખડા સ્વામીનારાયણ મંદિરના સ્વામી સુજ્ઞેયે કેનેડાના ટોરેન્ટોમાં ગુજરાતી યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ બાદ રોજેરોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દુષ્કર્મ બાદ પીડિતાએ સોખડા સ્વામીનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામીને લખેલો એક પત્ર પણ હવે સામે આવ્યો છે. જેમાં પીડિતાએ પોતાની સાખે બનેલી ઘટનાની વાત સ્વામી હરિપ્રસાદ સમક્ષ વર્ણવી હતી. દુષ્કર્મ પીડિતાએ પત્રમાં લખ્યુ છે કે, મને ખોટી રીતે જજ કરીને મારૂ ઇન્સલ્ટ કર્યુ, એમને પહેલા કહેવુ જોઇએ કે, હું સુજ્ઞેય સાથે વાત કરૂ અને પછી જણાવુ, પણ એવુ કંઇ પણ મારા ડેડીને કહ્યું જ નહીં, અને મારૂ ખરાબ બોલ્યા.
 
મહારાજે કહ્યુ કે, કરોડ વીંછીનું દુઃખ મને આપો, પણ મારા હરીભક્તોને ન આપો. મારા માટે અયોગ્ય થયુ છે અને દુઃખી થયા કરૂ છુ, આનુ શું કારણ? અને તમે મદદ કરતા નથી. મહારાજના વરદાન પ્રમાણે કેમ કરતા નથી? એમણે મારૂ મને અને આત્માનું અપમાન કર્યુ છે. 
 
પીડિતા બાથરૂમના ફોટો ન મોકલે તો સુજ્ઞેય સ્વામી શું કહેતો...વાંચવા માટે ફોટો બદલો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: swami sugney rape case Victim girl latter to hariprasad swami
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended