Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Skin Disease Expert Doctor Say Fairness Creams Long Term Loss Caracas

સુંદરતા અપાવતી ફેરનેસ ક્રીમથી ચેતજો, લાંબાગાળે ચહેરો કદરૂપો થવાનો ભય

Jitu Pandya, Vadodara | Apr 21, 2017, 17:03 PM IST

  • ડો. યોગેશ મારફતીઆની ઇન્ડિયન એસોસિએશન ઓફ ડરમેટોલોજીસ્ટ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂંક
વડોદરાઃહાલમાં ઉનાળાની સિઝનને પગલે લોકો ગરમીમાંથી રાહત મેળવવા સ્વિમિંગ પુલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી પાણીમાં એક સાથે ન્હાતા હોય કેટલાક અંશે ચામડીના રોગોનો ભય રહેતો હોય છે. જોકે સામાન્ય સાવચેતી રાખી તેમાંથી પણ બચી શકાય છે. વડોદરા મેડિકલ કોલેજના સ્કિન વિભાગના પ્રોફેસર અને વડા ડો. યોગેશ મારફતીઆએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં સ્વિમિંગપુલમાં ભારે ધસારો રહે છે. સ્વિમિંગ પુલમાં પાણી ક્લોરીનયુક્ત હોય છે. જેનાથી ચામડી અને આંખમાં બળતરા થાય છે. પરંતુ, તેનાથી ગભરાવાની જરૂર નથી. સ્વિમિંગ કર્યા પછી ચામડીને સંપૂર્ણ રીતે ડ્રાય કરવી, સૂકા કપડાં પહેરવા અને પાવડર છાંટવાથી ચામડીના રોગથી બચી શકાય છે.
 
વડોદરા મેડિકલ કૉલેજના ડૉ. યોગેશ મારફતિયાની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
 
વડોદરા મેડિકલ કોલેજના સ્કીન વિભાગના વડા ડો. યોગેશ મારફતીઆની દેશના 10,000થી વધુ સભ્યો ધરાવતા ઇન્ડિયન એસોસિએશન ઓફ ડરમેટોલોજીસ્ટ, વીનેરિયોલોજીસ્ટ, લપ્રોલોજીસ્ટના બનેલા રાષ્ટ્રીય સંગઠનના વર્ષ-2017ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તાજેતરમાં જ નિમણૂંક થઇ છે. ડો. યોગેશ મારફતીઆએ દિવ્ય ભાસ્કર ડોટકોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી માસમાં કોલકત્તા ખાતે 3 દિવસ માટે યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં ચામડીના વિવિધ રોગો, ડર્મેટો સર્જરી, લેસર, વાળના વિવિધ રોગો, ટાલ પડવી, હેર ટ્રાન્સપ્લાન્ટ વિગેરે વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય અધિવેશન પ્રતિવર્ષે યોજાય છે. જેમાં 4000 જેટલા નિષ્ણાત ડોક્ટરો, અનુસ્નાતક તબીબી વિદ્યાર્થીઓ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો હાજર રહે છે. તેમ વધુમાં ઉમેર્યું હતું.
 
વધુ રસપ્રદ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Skin Disease Expert doctor say Fairness Creams Long Term Loss Caracas
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended