Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Retired Professor Who Make Paghdi In Vadodara

દુનિયાની સૌથી મોટી પાઘડી છે અહીં, PM મોદી માટે પણ બનાવી ચૂક્યા છે પાઘડી

Jitu Pandya, Vadodara | Apr 22, 2017, 10:16 AM IST

  • વડોદરાના વતની અવંતિલાલ ચાવડાએ બનાવેલી વિશાળ પાઘડી
વડોદરાઃ રજવાડી ઠાઠમાં માન-સન્માનનું પ્રતિક માનવામાં આવતી પાઘ-પાઘડી પ્રાંત મુજબ રાજવીઓની પણ ઓળખ કરાવી આપતી હોય છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનારી દુનિયાની સૌથી મોટી પાઘડી સહિત રાજા-મહારાજાઓ, દિવાનો, વિવિધ ધર્મ અને સમાજની ઓળખ સમી પાઘડીઓ બનાવવાનું કામ વડોદરામાં પણ થાય છે. એક સમયે એમ.એસ.યુ.ની પર્ફોર્મિંગ આર્સ્ટસ ફેકલ્ટીમાં રીડર તરીકે ફરજ બજાવતા પ્રોફેસર નિવૃત્તિ બાદ આ કામ સંભાળી રહ્યા છે. તેઓ ભેટ સોગાદમાં આપવામાં આવતી પાઘડી પણ બનાવી આપે છે. અવાર-નવાર ગુજરાતની મુલાકાતે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ તેઓ પાઘડી બનાવી ચૂક્યા છે. 
 
 7 ફૂટ ગોળાઇ, અઢી ફૂટ ઉંચાઇ અને 8 કિલો વજનની પાઘડી  લિમ્કા બુકમાં સ્થાન પામી
 
વડોદરાના વતની અવંતિલાલ ચાવડા  છેલ્લા 28 વર્ષમાં 200 ઉપરાંત વિવિધ પ્રકારની પાઘડીઓ બનાવી ચૂક્યા છે. વર્ષ-2001માં દુનિયાની સૌથી મોટી 7 ફૂટ ગોળાઇ, અઢી ફૂટ ઉંચાઇ અને 8 કિલો વજનની પાઘડી ગણેશોત્સવ દરમિયાન શહેરના એમ.જી. રોડ ઉપર આવેલી દલાપટેલની પોળના ગણપતિ માટે બનાવી હતી. જે પાઘડીને લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું હતું.
 
200 વર્ષ જુની પાઘડીઓ સાચવીને પરંપારને જીવંત રાખવાનો પ્રયાસ 
 
એમ.એસ.યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નાટ્ય વિભાગમાંથી રીડર તરીકે નિવૃત્ત થયેલા અવંતિલાલ ચાવડાએ દિવ્ય ભાસ્કર ડોટકોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાઘડી માન મર્યાદાનું પ્રતિક મનાય છે. પરંતુ, આવનારા દસકામાં પાઘડીની પરંપરા નામશેષ થઇ જઇ જશે. મારા પુત્ર કેદારને પાઘડી બનાવતા આવડતું નથી. પરંતુ, મેં બનાવેલી તથા બીજા પાસેથી મને ભેટમાં મળેલી 200 વર્ષ જુની પાઘડીઓ આજે પણ સાચવીને પરંપારને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. અવાર નવાર આ પાઘડીઓનું શહેર તથા અન્ય સ્થળે પ્રદર્શન યોજીને કલા અને પાઘ-પાઘડીની ખાસિયતોને લોકો સમક્ષ મુકવાનો પ્રયાસ પણ કરૂં છું.
 
વધુ રસપ્રદ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Retired professor who make paghdi in vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended