Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Red On Packing Water Factory By Health Department At Vadodara

બે રૂપિયામાં મળતા પાણીના પાઉચની થઇ આવી હાલત: જોશો તો ક્યારેય નહીં પીવો

divyabhaskar.com | Mar 20, 2017, 16:46 PM IST

  • મેન્યુફેકચરિંગ ડેટ બરાબર છપાયેલી ન હોય તેવાં 28,500 પાણીના પાઉચનો નાશ કરાયો
વડોદરાઃ ઉનાળાની ગરમીનો પ્રારંભ થતાં જ એકશનમાં આવેલા વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી યથાવત્ રાખી છે અને પાણીનાં પાઉચ બનાવતી 10 ફેકટરીમાં સપાટો બોલાવીને પાણીનાં 28500 પાઉચનો સ્થળ પર જ નાશ કર્યો હતો. 
 
શા માટે 28500 પાણીના પાઉચનો નાશ કરાયો ?
 
વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ઉનાળાની ઋતુને લને એક્શનમાં આવી છે. આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેકટરોની એક ટીમે ગોરવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બનાવતી પાંચ ફેકટરીમાં તેમજ બીજી ટીમે તાંદલજા, મકરપુરા જીઆઇડીસી, કિશનવાડી વિસ્તારની પાંચ ફેકટરીમાં દરોડા પાડ્યા હતા. જેમાં મેન્યુફેકચરિંગ ડેટ બરાબર છપાયેલી ન હોય તેવાં 28500 પાઉચનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
 
આ ઉપરાંત હાઇજેનિક કંડીશન ન જળવાથી હોવાથી શિડ્યલ-4 મુજબ નોટિસ અપાઇ હતી. અને લાઇસન્સ બાબતે પણ 4 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. સાથે જ પાણીના પાઉચમાં ફૂડ ગ્રેડ પ્લાસ્ટીકનો જ ઉપયોગ કરવા માટેની કડક સૂચના પણ વેપારીઓને અપાઇ હતી. અને પાણીના પાઉચ પર મેન્યુફેક્ચરીંગ ડેટ બરાબર નહીં વંચાય તો કડક પગલા લેવાની ચિમકી પણ વેપારીઓને અપાઇ હતી. 
 
વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Red on packing water factory by health department at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended