Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Red On 27 Mango Shop In Vadodara By Health Department Of Vaodara Corporation

વડોદરાઃ કેરીના 27 ગોડાઉન પર આરોગ્ય વિભાગના દરોડા, 530 કિલો કેરીનો નાશ

divyabhaskar.com | Apr 22, 2017, 12:13 PM IST

  • વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટમાં કેરીનું ચેકિંગ કરી રહેલા અધિકારી
વડોદરાઃ શહેરના ખંડેરાવ માર્કેટ પાછળ આવેલી કેરીની 27 જેટલા ગોડાઉનમાં વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગે દરોડા પાડીને ઇથેનીલ અને કાર્બાઇડ પાઉડરથી પકાવવા માટે મુકેલી 530 કિલો ઉપરાંત કેરીઓનો નાશ કર્યો હતો. શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઇ વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરેલા અભિયાનને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 
 
 
કાર્બાઇડ પાઉડરથી પકવાતી 530 કિલો કેરીનો નાશ
 
વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેકટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે ખંડેરાવ માર્કેટની પાછળ આવેલી 27 જેટલી કેરીના ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. કેરીની વખારોના માલિકો ગુજરાત સહિત બીજા રાજ્યોમાંથી વિવિધ જાતની કાચી કેરીઓ મંગાવે છે. અને પોતાની વખારોમાં ઇથેનીલ પાવડર અને કાર્બાઇડ પાવડરનો ઉપયોગ કરીને કેરીઓ પકવે છે. અને પાકી કેરીઓ તેઓ જથ્થાબંધ ભાવે છૂટક બજારમાં વેચવાનો વેપાર કરે છે.
 
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, ઇથેનીલ પાઉડર અને કાર્બાઇડ પાઉડરથી પકાવવામાં આવેલી કેરીઓ આરોગવાથી આરોગ્ય માટે નુકશાન કારક હોય છે. આથી વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા કેરીની સીઝન શરૂઆત થતાની સાથે જ ઇથેનીલ પાઉડર અને કાર્બાઇડ પાઉડરથી પકાવવામાં આવતી કેરીઓનો નાશ કરે છે. 
 
કેરીની 27 વખારોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યુ....સ્વાસ્થય માટે હતી હાનિકારક....વાંચવા માટે ફોટો બદલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Red On 27 Mango Shop in vadodara by health department of vaodara corporation
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended