Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Rape Victim Girl Video Viral In Social Media Opposite Swami Sugney

'સ્વામીએ મારી સાથે મંદિરમાં રાત વિતાવી, ગંદા ફોટા પણ મોકલ્યાઃ પીડિતા

divyabhaskar.com | Mar 15, 2017, 14:00 PM IST

  • દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ સ્પષ્ટતા કરી કે ઘટના સાચી છે
વડોદરાઃ હરિધામ સોખડાના સાધુ સુજ્ઞેય સ્વામીએ કેનેડામાં ગુજરાતી યુવતી સાથે કથિત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાયી છે. જે બાદ સાધુ સુજ્ઞેયે પોતે આ બાબતમાં નિર્દોષ હોવાનો ડોળ કરી રડતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી મગરનાં આંસુ સારી રહ્યા છે. તેની સામે યુવતીએ પણ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વીડિયોમાં યુવતીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, સ્વામીએ મારી સાથે મંદિરમાં એક રાત વિતાવી હતી, આ વાત સાચી છે. જેની બધી જ સાબિતિ મારી પાસે છે.
દુષ્કર્મનો આક્ષેપ કરનાર યુવતી દ્વારા શેર કરેલો વીડિયોની ટ્રાન્સ્ક્રિપ્ટ અહીં પ્રસ્તુત છે
આ વાત સાચી છે. ખોટી નથી, સ્વામીએ મારી સાથે મંદિરમાં એક રાત વિતાવી હતી, મારી સાથે આવું કર્યું હતું. મંદિરના ડાયરેક્શન પણ મને આપ્યા હતા જે મેસેજ હજી મારી પાસે પડ્યા છે. કયા સમયે અને કઈ તારીખે આ થયું તે પણ છે. તેમણે પોતાના ગંદા ફોટા પણ મને મોકલ્યા છે તે પણ મારી પાસે છે. જે બધા ટેંગો એપ પર જ મુકેલા છે. તેમણે બીજા બધા મેસેજીસ પણ મોકલ્યા હતા તે પણ મારી પાસે છે. આ વાત ખોટી નથી, આ ખરેખર બનાવ બન્યો જ છે.
 
આગળ વાંચો..સાધુ ખુલીને સામે કેમ આવતા નથી...શું હતી આખી ઘટના...?
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rape victim girl video viral in social media opposite swami sugney
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended