Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Rape On Minor Girl In Gorva Aria At Vadodara

વડોદરાઃ યુવક સગીરાને ઘરમાંથી ઉઠાવીને લઇ ગયો, અવાવારૂ જગ્યાએ આચર્યુ દુષ્કર્મ

divyabhaskar.com | Mar 08, 2017, 11:52 AM IST

  • પ્રતિકાત્મક તસવીર
વડોદરા: છાણી વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી યવકે અવાવરૂ મકાનમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરી છોડી દીધી હતી. યુવકે સગીરાના પરિવારને ફોન કરી ચુપ રહેવા સાથે મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ગભરાયેલા પરિવારે મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કરતાં અભયમની ટીમ સગીરા પાસે પહોંચી હતી અને સગીરા તથા તેના પરિવારને હૂંફ આપી યુવકને સબક શીખવવા કાઉન્સેલિંગ કર્યું હતું. અભયમની મદદ બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 
 
ઘરેથી અપહરણ કર્યા બાદ અવાવરૂ મકાનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ
 
અભયમના સુત્રોના જણાવ્યા મુજબ છાણી વિસ્તારમાં રહેતી અને નર્સ તરીકે નોકરી કરતી સગીરા ઘરમાં એકલી હતી, ત્યારે તેની પાડોશમાં રહેતો યુવક તેના ઘરે ધસી આવ્યો હતો અને સગીરાને બળજબરીપૂર્વક ઉઠાવીને ગોરવા વિસ્તારમાં લઇ ગયો હતો. સગીરાને ગોરવાના અવાવરું મકાનમાં લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ જો ફરિયાદ કરીશ તો મારી નાંખવાની ધમકી આપી ફતેગંજ વિસ્તારમાં છોડી દીધી હતી. 
 
યુવકે શા માટે સગીરાને આપી જાનથી મારી નાંખવાની ધમકી, યુવતીના પરિવારે શું કર્યુ, વાંચવા માટે ફોટો બદલો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rape on minor girl in Gorva aria at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended