Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Police Cough Liquor From A Sand Loaded Truck In Savli

વડોદરાઃ રોયલ્ટી ભરીને દારૂની ખેપ? રેતી ભરેલી ટ્રકમાં વિદેશી દારૂ ઝડપાયો

divyabhaskar.com | Apr 21, 2017, 10:16 AM IST

  • સાવલી પોલીસે રેતી ભરેલી ટ્રકમાંથી 6.19લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતા ચકચાર જાગી છે
વડોદરાઃ સાવલી પોલીસ અને એલ.સી.બી.પોલીસે રેતી ભરેલી ટ્રકમાંથી 6.19લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતા ચકચાર જાગી છે. ટ્રક સાવલી પોલીસ મથકે લઈ જવાતાં લોકટોળા ઉમટી પડયાં હતાં. રેતી ભરેલી ટ્રકમાંથી ખાણ-ખનિજ વિભાગની રોયલ્ટી પાસ પણ મળી આવતા તપાસનો વિષય બન્યો છે. ટ્રકમાંથી રેતી હટાવીને નીચેથી વિદેશી દારૂનો જથ્થો પોલીસ મથકે ઉતારતા બે કલાકનો સમય લાગ્યો હતો. હાલ તો વિદેશી દારૂની ખેપમાં રેતીની લીઝ વાળા પણ સામેલ છે કે કેમ? તો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે. 
 
ટ્રકમાં ભરેલી રેતી હટાવતાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો
 
રાજ્ય સરકાર દ્વારા દારૂબંધી મુદ્દે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જેના પગલે દારૂની હેરાફેરી કરતા તત્વો પણ અવનવી ટ્રીક અપનાવી રહ્યા છે. જેમાં ગુરૂવારે સાંજના સમયે સાવલી તાલુકામાં એક એવી જ ઘટના સામે આવી. જેમાં સાવલી તાલુકાના ભવાનીપુરા ગામ તરફ વિદેશી દારૂની ખેપ મારવામાં આવનાર હોવાની સાવલી અને જીલ્લા એલ.સી.બી.ને બાતમી મળતાં બન્ને ટીમોએ સાવલીથી ભવાનીપુરા જવાના માર્ગ પર વોચ ગોઠવી રાખી હતી. જયાં જી.જે.6.ટી.ટી.7707 નંબરની ટાટા ટ્રક રેતી ભરીને જઈ રહી હતી. પોલીસની વોચ જોઇને ટ્રક ચાલક રોડ પર ટ્રક મુકીને નાસી છુટયો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા કાંઇ મળ્યું નહોતું. પરંતુ રેતી હટાવતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. 
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police Cough liquor From a sand loaded truck in savli
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended