Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Police Beat To Young Man For Without Licence At Vadodara

વડોદરાઃ લાઇસન્સ ન હોવાથી પોલીસે યુવાનને બેરહેમીથી માર્યો

divyabhaskar.com | Apr 19, 2017, 17:19 PM IST

  • વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રોડ પર જઇ રહેલા એક્ટિવા ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાથી પોલીસ જવાને માર માર્યો
વડોદરાઃ ડ્રાઇવિંગ લાયસન્સ વિના એક્ટિવા લઇને નીકળેલા યુવાનને પોલીસ જવાને માર મારતા રોડ પર બેભાન થઇ ગયો હતો. આ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકો અને સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવી મુક્યો હતો. જોકે, એક્ટીવા ચાલક દંડ ભરવાથી બચવા માટે ભાગવા જતાં પડી ગયો હોવાનો પોલીસે બચાવ કર્યો હતો. 
 
લાઇસન્સ ન હોવાથી પોલીસે યુવાનને બેરહેમીથી માર્યો
 
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના કારેલીબાગ શિવાલય ચાર રસ્તા પાસે આજે સવારે પોલીસ વાહન ચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ, પી.યુ.સી. અને આર.સી. બુકનું ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન વિકી સોલંકી (ઉં.વ.21) નામનો યુવાન એક્ટીવા લઇને પસાર થઇ રહ્યો હતો. વાહન ચેકીંગ કરી રહેલા પોલીસ કાફલા પૈકી વનરાજસિંહ ઝાલા નામના કોન્સ્ટેબલે એક્ટિવાચાલક વિકી સોલંકીને રોક્યો હતો. અને તેની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ, પી.યુ.સી. અને આર.સી. બુકની માંગણી કરી હતી. એક્ટિવા ચાલકે હાલમાં મારી પાસે લાયસન્સ કે અન્ય કાગળો નથી પણ ઘરે છે. ઘરેથી લઇને આવું છું. મને જવા દો.
 
વાહનચાલકો એકત્ર થઇ જતાં હોબાળો મચી ગયો
 
પોલીસ જવાન અને એક્ટીવાચાલક વચ્ચે દંડ ભરવા માટે રકઝક ચાલતી હતી. એક્ટીવા ચાલકે દંડ ભરવાનો ઇન્કાર કરતા પોલીસ જવાન વનરાજસિંહે તેને માર મારતા તે સ્થળ પર બેભાન થઇ ગયો હતો. યુવાનને રોડ ઉપર બેભાન પડેલો જોતા જ પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળે વળેલા લોકોએ પોલીસ જવાને એક્ટિવા ચાલકને માર મારતા બેભાન થઇ ગયો હોવાનો આક્ષેપ મૂકી હોબાળો મચાવી મુક્યો હતો. એક તબક્કે રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. જોકે, મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં કારેલીબાગ પોલીસ બનાવની જાણ થતાં જ સ્થળ પર દોડી ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો. અને બેભાન થઇ ગયેલા એક્ટીવા ચાલક વીકી સોલંકીને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
 
પોલીસ કહે છે ભાગવા જતાં યુવાનને થઇ ઇજા...વાંચવા માટે ફોટો બદલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police beat to young man for without licence at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended