Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Person Suicide Of Tired Of Cancer Treatment In Bharuch

વડોદરાઃ કેન્સરથી કંટાળી આધેડે ગુપ્તાંગ કાપ્યું, સારવાર દરમિયાન મોત

divyabhaskar.com | Apr 22, 2017, 11:04 AM IST

  • તસવીરનો પ્રતિકાત્મક ઉપયોગ કર્યો છે
વડોદરાઃ છેલ્લા બે વર્ષથી કેન્સરની બીમારીથી કંટાળીને ભરૂચના દર્દીએ ગુપ્તાંગ કાપીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
કેન્સરની બીમારીથી કંટાળી આધેડે ગુપ્તાંગ કાપ્યું
 
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચના મક્તમપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ છેલ્લા બે વર્ષથી કેન્સરની બીમારીથી પિડાતા હતા. તેઓ કેન્સરની બિમારીને કારણે કંટાળી ગયા હતા. જેથી તેઓ ગત રાત્રે પોતાના ઘરના બાથરૂમમાં ઘુસી ગયા હતા અને ચાકુ વડે પોતાનું ગુપ્તાંગ કાપી નાંખ્યુ હતું. આધેડે બુમાબુમ કરી મુકતાં ઘરના તમામ સભ્યો દોડી આવ્યા હતા અને તેઓને સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ છે.
 
ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ દોડી આવી હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. 
 
વધુ વિગતો વાંચવા માટે ફોટો બદલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Person Suicide of Tired of cancer treatment in bharuch
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended