Home »Madhya Gujarat »Latest News »Vadodara City» People Hit Kidnapper Of Child And Hand Over To Fateganj Police At Vadodara

વડોદરાઃ બાળકનું અપહરણ કરનાર શખ્સને સ્થાનિકોએ અર્ધનગ્ન કરીને માર માર્યો

divyabhaskar.com | May 17, 2017, 17:46 PM IST

  • 4 વર્ષના બાળકનું અપહરણ કરીને ભાગી રહેલા શખ્સને લોકોએ અર્ધનગ્ન કરીને માર માર્યો
વડોદરાઃ મામાના ઘરે વેકેશન મનાવવા આવેલા ચાર વર્ષના બાળકનું અપહરણ કરીને ભાગી રહેલા શખ્સને સ્થાનિક લોકોએ અર્ધનગ્ન કરીને માર મારીને પોલીસને હવાલે કર્યો છે. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  
 
 
લોકોએ બાળકનું અપહરણ કરતાં શખ્સને અર્ધનગ્ન કરીને માર્યો
 
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અનસ ઇસરાકખાન પઠાણ (ઉ.વ.4) વડોદરાના છાણી વિસ્તારમાં ચિસ્તીયાનગરમાં રહેતા મામાને ઘરે વેકેશન મનાવવા માટે આવ્યો હતો. અનસ મામાના ઘરેથી બહાર રમવા માટે નીકળ્યો હતો. આ સમયે વાઘોડિયા ખાતે રહેતો શખ્સ મંગળદાસ રાઠોડ ત્યાં આવી ચડ્યો હતો. અને અનસનું અપહરણ કરીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. એક યુવાન આ ઘટના જોઇ જતાં અપહરણ કરનાર શખ્સને પકડી લીધો હતો. અને અનસને છોડાવી લીધો હતો. જોતજોતામાં સ્થાનિક લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. અને બાળકનું અપહરણ કરનાર યુવાનને અર્ધનગ્ન કરીને માર માર્યો હતો. ત્યારબાદ શખ્સને ફતેંગજ પોલીસને હવાલે કરી દીધો હતો. 
 
ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે બાળકોનું અપહરણ કરતી ગેંગનો પર્દાફાશ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
 
વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People hit kidnapper of child and hand over to fateganj police at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended