Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Parul University Engineering Student Committed Suicide

વડોદરાઃ બે બહેનો વચ્ચે એકના એક ભાઈનો આપઘાત,પારૂલનો સ્ટુડન્ટ

divyabhaskar.com | May 18, 2017, 10:54 AM IST

  • મૃતકની ફાઈલ તસવીર
વડોદરાઃ શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા અને પારૂલ ઇન્સ્ટીટ્યૂટમાં ડિપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વધુ એક સ્ટુડન્ટએ આજે બપોરે પોતાના ઘરમાં જ ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લેતા ચકચાર મચી ગઇ છે. પરિવારની બે બહેનો વચ્ચે એકના એક ભાઇએ કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ છે.
 
પરિવારમાં બે બહેનો વચ્ચેના એકના એક ભાઈનો આપઘાત
 
મળેલી માહિતી પ્રમાણે દંતેશ્વર વિસ્તારમાં એ-94, દર્શનમ્ એન્ટીકા ડુપ્લેક્ષમાં પરિવાર સાથે રહેતા અને પારૂલ ઇન્સ્ટીટ્યૂટમાં ડિપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા કિશન રાજેશ ઠક્કરે આજે બપોરે પોતાના બેડરૂમમાં પંખાના હુક સાથે નાયલોનની દોરીથી ફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગઇ છે. જીવાદોરી ટુંકાવી લેનાર કિશનના પિતા રાજેશ ઠક્કરની તરસાલી રવિપાર્ક સોસાયટીમાં અનાજ-કરીયાણાની દુકાન આવેલી છે. રાજેશભાઇ અને વિદ્યાબહેનનો એકનો એક પુત્ર કિશન બે બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો. કિશને આપઘાત કરી લીધો હોવાની જાણ પરિવારને થતાં પરિવાર સ્તબ્ધ થઇ ગયું હતું. આ સાથે પરિવારના હૈયાફાટ રૂદને દર્શનમ્ એન્ટીકા ડુપ્લેક્ષમાં સન્નાટો પાથરી દીધો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાચો...શું કહે છે મૃતકના પિતા,....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Parul University engineering student committed suicide
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended