Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Orphan 24 Year Old Girl Be A Leader Of Her Village Near Vadodara

અનાથ દીકરી બની ગઇ ગામની સરપંચઃ નાનપણમાં થઇ'તી આવી ટ્રેજેડી

divyabhaskar.com | Apr 13, 2017, 16:31 PM IST

  • ડભોઇના કરણેટ ગામમાં સરપંચ બનેલી સંગીતાનું સ્વાગત કરી રહેલા ગ્રામજનો
વડોદરાઃ ડભોઇ તાલુકાના કરણેટમાં અનાથ દીકરી ગામની સરપંચ બની ગઇ છે. નાનપણમાં જ સંગીતાએ પિતાનું છત્ર ગુમાવી દેતાં ગામના માજી સરપંચે પાલન-પોષણ કરી, ભણાવી અને તાજેતરની ચૂંટણીમાં ગામની સરપંચ તરીકે પ્રસ્થાપિત કરી દીધી છે. સંગીતાએ હવે ગામની સેવા કરવાની ઇચ્છા છે.
 
કરણેટમાં અનાથ દીકરી બની ગઇ ગામની સરપંચ
 
ચૂંટણીઓના રંગો પણ અજીબો ગરીબ ખેલ ખેલતા હોય છે. મોટા ખેરંખાઓ ઘરભેગા થઇ જાય છે અને સામાન્ય વ્યક્તિઓ સત્તાઓ હાંસલ કરી લે છે. ડભોઇ તાલુકામાં આવા પ્રકારના દાખલાઓ તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં જોવા મળ્યા હતા. ડભોઇ તાલુકા પંચાયતના એક સમયના પ્રમુખ હરેશ પટેલ પોતાના ગામ થુવાવી ખાતે વોર્ડની ચૂંટણી તો વળી એક સમયના તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેનના પત્ની પણ કુંઢેલાં ગામે હારી ગયા છે. બીજી બાજુ જોવા જઇએ તો કરણેટ ગામે અનાથ દીકરી આજે ગામની સરપંચ બની ગઇ છે
 
કરણેટ ગામમાં રહેતી સંગીતાબેન વિઠ્ઠલભાઇ વસાવા જે 4 થી5 વર્ષની ઉંમરની હતી, તે દરમિયાન તેનાં પિતા ગંભીર માંદગીના કારણે મૃત્યુ પામ્યા હતાં. જોકે તે સમયે તેઓ ગામનાં નિતિનભાઇ જયંતિભાઇ પટેલનાં ત્યાં ચાકરી કરતા હતા. થોડાક સમય સંગીતાની માતાએ પણ અન્ય લગ્ન કરી લેતાં સંગીતા એકલી પડી ગઇ. પરંતુ નિતિનભાઇના ઘરમાં રમતી હોય તેઓના બાળકો સાથે હળી મળી ગઇ.
 
અનાથ સંગીતા સ્પષ્ટ બહુમતીથી જીતી ગઇ...સરવી છે ગરીબોની સેવા...વાંચવા માટે ફોટો બદલો...
 
તસવીરોઃ હેમંત પાઠક, ડભોઇ
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Orphan 24 year old girl be a leader of her village near vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended