Home »Madhya Gujarat »Latest News »Vadodara City» New Collector Office Become Founded Near Court Campus

વડોદરાઃ 13,000 ચો.મી.જગ્યામાં 25.56 કરોડના ખર્ચે બનશે નવી કલેક્ટર કચેરી

divyakant Bhatt, Vadodara | Apr 21, 2017, 16:58 PM IST

  • હાલમાં કોઠી કચેરી ખાતે ચાલી રહી છે જિલ્લા કલેક્ટર કચેરી
વડોદરાઃવડોદરા જિલ્લા કલેકટર કચેરીનું નવું મકાન બનાવવા ગુરુવારે રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધા બાદ કાર્યપાલક ઇજનેર(સિટી) અને તેમની ટીમ દ્વારા નવાં મકાન માટે એસ્ટીમેટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. એસ્ટીમેટ બાદ તાંત્રિક મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા ખૂબ જ ઝડપથી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે.
 
વડોદરા જિલ્લા કલેકટર કચેરીનું નવું મકાન બને તે માટે રાજ્ય સરકારમાંથી મંજુરી મેળવવા કલેકટર લોચન સેહરાએ સતત પ્રયાસો કર્યા હતા. જેના ભાગરૂપે ગુરુવારે રાજ્ય સરકારના મહેસુલ વિભાગે વડોદરાની નવી કલેકટર ઓફિસ બનાવવા માટેની મંજુરી આપી તે અંગેનો પત્ર કલેકટરને સુપરત કર્યો હતો. 
 
રાજ્ય સરકારે કલેકટર કચેરીનું નવું મકાન જુના પાદરા રોડ સ્થિત વેકસિન ઇન્સ્ટિટ્યૂટની જગ્યામાં બનાવવા મંજુરી આપી છે. કાર્યપાલક ઇજનેર(સિટી) આર.કે.દેલવાડીયાએ જણાવ્યું હતું કે, નવી કલેકટર કચેરીનું મકાન બનાવવા માટે વેકસિન ઇન્સ્ટિટ્યૂટની કુલ-13,000 ચોરસ મીટર જગ્યા ફાળવાઇ છે. આ 13,000 ચો.મી. જગ્યા પૈકી 7600 ચોરસ મીટર જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ફર્સ્ટ ફ્લોર સાથેની કલેકટર કચેરી બનાવવામાં આવશે.
 
આગળ વાંચો...શું કહે છે કાર્યપાલક ઈજનેર...નવી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર કઇકઇ ઓફિસ રહેશે ? ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New Collector Office become founded near court campus
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended