Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Mysteriously Buried Dead Found Near Vadasar Bridge Vadodara

વડોદરાઃ રહસ્યમય રીતે મોતને ભેટેલા યુવાનની લાશ મળી, પિતાનું હૈયાફાટ રૂદન

divyabhaskar.com | May 17, 2017, 18:29 PM IST

  • તરસાલીનો યુવાન વડસર બ્રિજ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો
વડોદરાઃશહેરના વડસર બ્રિજ નજીક બિલા બોંગ સ્કૂલ પાસેથી રહસ્યમય રીતે મોતને ભેટેલા તરસાલીના યુવાનની લાશ મળી આવી હતી. પુત્રના મોતના સમાચાર મળતા સ્થળ પર દોડી આવેલા પિતાના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. એક તબક્કે આ યુવાનની હત્યા કરીને લાશ ફેંકી દેવાઈ હોવાની વિગતો બહાર આવી હતી. બીજી તરફ પોલીસે આ યુવાનનું અસહ્ય ગરમીના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવ્યું છે. યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે લાશને પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. 
 
સાઇન બોર્ડ બનાવવાનો વ્યવસાય કરતો હતો યુવાન
 
પ્રાપ્ત વિગત શહેરના વડસર બ્રિજ પાસે આવેલી બિલા બોંગ સ્કૂલ નજીક કોઈ યુવાનની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ પડી હોવાની માહિતી માંજલપુર પોલીસને મળતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં આ યુવાન તરસાલી વિસ્તારમાં રહેતા અને સાઇન બોર્ડ બનાવવાનો વ્યવસાય કરતા વિશાલ કનુભાઇ માછી (ઉં.વ.33)નો હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે તુરત જ તેના પરિવારજનોને જાણ કરતા પિતા કનુભાઇ માછી સ્થળ પર દોડી આવ્યા હતા. 
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mysteriously buried dead Found near vadasar bridge vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended