Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Yong Mane Killed With Firing In Jambusar

વડોદરાઃ બંદૂકની ગોળીઓ ધરબી યુવાનની હત્યા,હાથનો અંગૂઠો કાપી નાંખ્યો

divyabhaskar.com | Mar 03, 2017, 17:45 PM IST

  • બંદૂકની ગોળીઓ ધરબી યુવાનની કરપીણ હત્યા
વડોદરાઃ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ઉમરા ગામે ડિસેમ્બર માસમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં ગત રાત્રે ઠાકોર યુવાનની બંદૂકની ગોળીઓ ધરબી હત્યા કરી દેવાતાં ચકચાર મચી છે.  ડેપ્યુટી સરપંચના પતિ અને બે પુત્રોએ હરીફ જૂથના ઠાકોર યુવાન ઉપર કુહાડી અને ધારીયાથી જીવલેણ હુમલો કર્યા બાદ બંદૂકના ભડાકે દઈ ભાગી છૂટ્યા હતા. યુવાનના હાથનો અંગૂઠો પણ કાપી નાંખ્યો હતો. યુવાનના મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 
 
ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીના વિજય સરઘસમાં બબાલ થઈ હતી
 
પ્રાપ્ત વિગત અનુસાર જંબુસર તાલુકાના ઉમરાગામમાં ગત ડિસેમ્બર માસમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી.  ચૂંટણીમાં વિજેતા થયેલા નશીમબાનું જુમ્માખાન પઠાણનું ગામમાં વિજય સરઘસ નીકળ્યું હતું. ગામમાં રહેતા અરવિંદભાઇ હનુમાનભાઇ ઠાકોરના ફળિયામાંથી વિજય સરઘસ પસાર થઇ રહ્યું હતું. ત્યારે વિજય સરઘસમાં જોડાયેલા લોકોએ ઠાકોરો હાય..હાય..ના નારા લગાવી રહ્યા હતા. દરમિયાન ઠાકોર પરિવારની એક મહિલાએ ઠાકોર હાય..હાય..ના નારા કેમ લગાવો છો. તેમ કહેતા  થયેલી બબાલમાં મારામારી થઇ હતી. જેને લઈ બંને જૂથોએ સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઝઘડાની રીસ રાખી ગત ગરૂવારની રાત્રિએ જુમ્માખાન પઠાણ અને તેના બે પુત્રોએ  અરવિંદ ઠાકોરનો પીછો કરી અંધારામાં આંતરીને હુમલો કરી ગોળીઓ ધરબી હત્યા કરી નાંખી હતી. 
 
આગળ વાંચો...ડે. સરપંચનો પતિ કેમ ગુસ્સે ભરાયો અને શું હતી અન્ય દુશ્મની...વાંચો આગળની સ્લાઈડ્સમાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Yong Mane killed with firing in jambusar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended