Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Live Rescue Operation Of Fall In Borewell Of Children At Vadodara

વડોદરાઃ મોત સામે ઝઝૂમતા 2 વર્ષના બાળકના live રેસ્ક્યુની દિલધડક તસવીરો

divyabhaskar.com | Mar 08, 2017, 12:07 PM IST

  • તસવીરમાં બોરવેલમાં પડેલો બાળક નજરે પડે છે
વડોદરાઃશહેરના હરણી મોટનાથ મહાદેવ મંદિર પાસે ખાનગી કન્સક્ટ્રશન સાઇડમાં  બે વર્ષનું બાળક 15 ફૂટ ઉંડા બોરવેલના ખાડામાં પડી ગયુ હતુ. ગણતરીની મિનીટોમાં જ ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાળકને જીવિત બહાર કાઢી લીધુ હતુ. સમગ્ર ઓપરેશન સુરક્ષીત રીતે હાથ ધરવામાં આવ્યુ હતુ. જેથી કરીને બાળકને જીવિત બહાર કાઢી શકાય. 
 
અડધો કલાક સુધી બાળકે જિંદગી અને મોત વચ્ચે જંગ ખેલ્યો

  
દાહોદના દોરખાડા ગામના અલ્કેશભાઇ માવી તેમના પત્ની રેખાબેનનો બે વર્ષનો દીકરો રોશન બોરવેલના ખાડામાં પડી ગયો હતો. આ સમગ્ર ઘટના બાળકના પિતા અલ્કેશ ની નજર સમક્ષ જ બની હતી. બાળકને બોરવેલના ખાડામાં પડતો જોઇને પિતાએ બુમરાણ મચાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયુ હતુ. અડધો કલાક સુધી બે વર્ષના બાળકે જિંદગી અને મોત વચ્ચે જંગ ખેલ્યો હતો. જેમાં છેવટે જિંદગીએ વિજય મેળવ્યો હતો. આ ઘટનાને જોતા જ ત્યાં હાજર લોકોના ચહેરા પર હર્ષના આસું આવી ગયા હતા. તો બાળકની માતા તો રીતસરની રડી પડી હતી. અહી divyabhaskar.com આપને ઘટનાની તમામ લાઇવ તસવીરો બતાવશે.
 
લાઇવ રેસ્ક્યુ ઓપરેશનની તમામ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Live Rescue operation of fall in borewell of children at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended