Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Last Photos Of Youth Death In His Own Marriage In Borsad,

લગ્નમાં મોતને ભેટેલા વરરાજાની અંતિમ તસવીરોઃ કન્યા ચોધાર આંસુએ રડી પડી

divyabhaskar.com | May 12, 2017, 17:22 PM IST

  • પોતાના જ લગ્નમાં સાગર ડાન્સ કરતી વખતે મોતને ભેટ્યો અને લગ્ન પહેલા ખુશખુશાલ મુદ્દામાં સાગરની તસવીર
વડોદરાઃરણોલીથી જાન લઇને ગયેલા વડોદરાના સોલંકી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. આ પરિવારે પોતાના વહાલસોયાને ગુમાવી દીધો છે. વરરાજા સાગર સોલંકી વરઘોડામાં નાચતા નાચતા અનાચક જ હાર્ટએટેકને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાને કારણે કન્યા સાગરના મૃતદેહ પાસે દીવો કરીને ચોધાર આંસુએ રડી પડી હતી. લગ્ન પહેલાની તેની કેટલીક તસવીરોમાં સાગર ખુબ જ ખુશ હતો. 
 
 
વરરાજાના પરિધાનમાં જ કરાયા અંતિમસંસ્કાર
 
સાગર સોલંકી મૂળ વડોદરા નજીક આવેલા રણોલી ગામનો રહેવાસી હતો. અને તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સાગર લગ્ન બોરસદ ખાતે નક્કી થયા હતા. જેથી તે ખુબ જ ખુશ હતો. ગત 9 મેના રોજ સાગરની જાન વડોદરાથી રણોલી ગઇ હતી. રાત્રીના સમયે વરઘોડામાં મિત્રના ખભા પર બેસીને સાગર ડાન્સ કરી રહ્યો હતો. આ ઘડી તેના જીવનની અંતિમ ઘડી બની ગઇ હતી. આ સમયે સાગરને હાર્ટ એટેક આવતા તેનું હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ વરરાજાના પરિધાનમાં જ સાગરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સાગરના મૃત્યુથી રણોલી ગામમાં હાલ શોકનો માહોલ ફેલાઇ ગયો છે. 
 
કન્યાએ પકડી ભાવી પતિના અંતિમ દર્શનની જીદ....સાગરના મૃતદેહ પાસે દીવો કરીને કન્યા ચોધાર આંસુએ રડી...વાંચવા માટે ફોટો બદલતા જાવ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Last photos of Youth death in his own marriage in borsad,
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended