Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Karkhadi Narmda Canal Break Near Padra At Vadodra,

વડોદરાઃ નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડા, પાણી ખેતરો-મકાનોમાં ઘૂસ્યા

divyabhaskar.com | Mar 08, 2017, 16:02 PM IST

  • નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડા પડ્યા
વડોદરાઃપાદરા તાલુકાની કરખડી ગામની ચોકડી પાસે આવેલ નર્મદા માઈનોર કેનાલમાં ગાબડા પડતા સીમના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી આમ આદમી પાર્ટી દ્વારા પાદરા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી નુક્સાની ભરપાઈ કરવા માટે માગણી કરી લેખિત આવેદનપત્ર આપ્યું હતું. 
 
કરખડી નર્મદા માઇનોર કેનાલમાં ગાબડાં: પાણી ખેતરોમાં ઘૂસ્યા
 
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે પાદરા કરખડી અ્ને ચોકા ગામની ચોકડી પાસે આવેલ નર્મદા માઈનોર કેનાલમાં સીમ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે ખેડૂતોના ઊભા પાક પાણીના કારણે પડી ગયો હતો. તથા પાણી મકાનોમાં પણ ઘૂસી જતાં ઘરવખરીને પણ નુકસાન થયું છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. 
 
ખેડૂતોને નુક્સાન ભરપાઇ કરવા આપ દ્વારા મામલતદારને આવેદનપત્ર 
 
પાણીના કારણે થેયલ નુકસાનનું ખેડૂતોને વળતર મળી રહે તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલ મકાનો ઉપરાંત ખેતરોને નુક્સાન થવા પામેલ છે. તે રકમ તાત્કાલિક ધોરણે મળી રહે તેવી માગણી કરવામાં આવી છે. જે માઈનોર કેનાલ તૂટી ગઈ છે તે ક્યા કારણોસર તૂટી છે તેની સ્પેશિયલ ટીમ દ્વારા તત્કાળ તપાસ કરી તેઓને હટાવવામાં આવે તેવી માગણી કરવા સાથે આમ આદમી પાર્ટી દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 
 
વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Karkhadi narmda Canal break near padra at vadodra,
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended