Home »Madhya Gujarat »Latest News »Vadodara City» International Kite Festival 2017 Held In Vadodara

ન્યૂડ મોડેલના પતંગો ચગ્યા આંતરરાષ્ટ્રિય પતંગોત્સવમાં, લોકો જોતા જ રહ્યાં

divyabhaskar.com | Jan 12, 2017, 17:35 PM IST

  • વડોદરાના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોવા મળ્યા આવા પતંગ
વડોદરાઃશહેરનાં નવલખી ગ્રાઉન્ડ ખાતે એકદિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9 દેશનાં 88 કરતાં વધુ પતંગબાજો ભાગ લેવા માટે આવ્યા હતા. પતંગો માટે ગ્રાઉન્ડ પર જ એક એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં વિદેશી મોડેલનાં ન્યૂડ ફોટોગ્રાફ સાથેના પતંગ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા હતા. જેનાથી વિવાદ થવાનાના એંધાણ છે.
 
પતંગ મહોત્સવમાં અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓની પણ ઉપસ્થિતિ હતી 
 
મોડેલનાં ન્યૂડ તસવીરો વાળા પતંગો ગ્રાઉન્ડ ઉપર ચગતાં જ લોકોએ ચીચીયારીઓ પાડી પતંગબાજોનો ઉત્સાહ વધાર્યો હતો. જોકે, મહાનગરપાલિકા, ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓની પણ ઉપસ્થિતિ હતી પરંતુ કોઈ અધિકારીનું ધ્યાન આવા પતંગો તરફ ગયું હોય તેવું જણાયું નથી.
 
મારું આ બાબતે ધ્યાન નથી ગયુંઃ મ્યુનિસિપલ કમિશ્નર
 
વડોદરાનાં મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ સાથે આ બાબતે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારું આ બાબતે ધ્યાન નથી ગયું. પરંતુ ટુરિઝમ વિભાગને પૂછીને આ બાબતે કંઈક કહી શકું.
 
હવામાં ઉડતાં પતંગનું વજન 70 કિગ્રા
 
ઓક્ટોપસ, શાર્ક, ષટ્કોણ, બાજ, રોકાકુલ જેવા વિવિધ પતંગો આકાશમાં ઊડ્યા હતા. વિદેશી પતંગો સાથે દેશી પતંગોએ પણ લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. જેમાં સ્વિટ્ઝર્લેન્ડના ટાઇટાઇ મેન્ટા પતંગ તરફ લોકોનું આકર્ષણ વધ્યું હતું. પતંગનું વજન 20 કિગ્રા જેટલું હતું જ્યારે હવામાં ઉડતાં પતંગનું વજન 70 કિગ્રા જેટલું થતું હોવાથી લોકોમાં પતંગ તરફ આકર્ષણ વધ્યું હતું. સાથે દેશી પતંગે રંગ રાખ્યો હતો. જેમાં સુરતના ડ્રીમ ગ્રૂપ દ્વારા બનાવાયેલ પતંગમાં વાંસળી જેવુ ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કરવામાં આ‌વ્યું હતું. 

તમામ તસવીરોઃ રણજીત સૂર્વે (વડોદરા)
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્માં
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: International kite festival 2017 held in vadodara
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext