Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Husband Firing On Her Wife In Tandalja Area Of Vadodara

વડોદરાઃ પતિએ પત્ની ઉપર કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ, ગોળી ખભામાં ખૂંપી ગઈ

divyabhaskar.com | May 15, 2017, 14:20 PM IST

  • પારિવારિક ઝઘડામાં પતિએ પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું
વડોદરાઃ તાંદલજાના સહકારનગરમાં લગ્નની એનિવર્સિરીના દિવસે જ પતિએ પત્ની સાથે ઝઘડો કરી તમંચામાંથી 2 રાઉન્ડ ગોળીબાર કરતાં ખળભળાટ મચી ગયો હતો. ઘાયલ પત્નીને સયાજી હોસ્પિટલમાં ખસેડતાં પ્રાથમિક તપાસમાં એક ગોળી ખભાના ભાગે ખૂંપી ગયેલી જણાઇ હતી. ફાયરિંગ બાદ પતિ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં સરન્ડર થતાં તેની ધરપકડ કરાઈ હતી. 
 
રિક્ષા લાવવા માટે રૂપિયાની માગણી કરી પત્નીને ત્રાસ આપતો હતો 
 
તાંદલજા સહકારનગરમાં રહેતા 42 વર્ષીય રઝિયા મોહંમદ રફીક મલેક કટલરીનો વેપાર કરે છે. તેમના લગ્નજીવનનાં આજે 27 વર્ષ પૂરા થયાં હતાં. પતિ મોહંમદ 7-8 મહિનાથી કોઇ કામધંધો કરતો હોઈ ત્રાસ આપી પિયરમાંથી પૈસા મંગાવવા દબાણ કરતો હતો. રવિવારે સવારે દીકરો અને વહુ છોટાઉદેપુર લગ્નપ્રસંગમાં ગયાં હતાં. ત્યારે તેઓ નળમાંથી પાણી ભરી ઘરમાં જઇ રહ્યાં હતાં. 
 
તમંચો 2002માં મધ્ય પ્રદેશથી ખરીદ્યો હતો
 
દરમિયાન પતિ પાછળથી ઘરમાં ઘૂસી જઇ તમંચો કાઢી પત્ની રઝિયાની સામે તાકી ગોળી મારતાં ખભાના ભાગે વાગતાં ઘરની બહાર નીકળી વેળા પતિએ બીજીવાર ફાયરિંગ કર્યું હતું. જેમાં પત્નીને ગોળી વાગી હતી. એફએસએલના અધિકારીએ ઘટના સ્થળની મુલાકાત લેતાં 9 એમએમ કારતૂસનું એક ખાલી ખોખું મળી આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં તમંચો 2002માં મધ્ય પ્રદેશથી રૂ. 2000માં ખરીદ્યો હોવાનું જાણવા મળ્યું છે. 
 
પતિએ પોલીસ સામે શું કેફિયત કરી અને ભોગ બનનારી પત્નીએ શું કહ્યું...વાંચો આગળની સ્લાઈડ્સમાં...
 
તસવીરોઃ ભરત પારેખ(વડોદરા)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Husband firing on her wife in tandalja area of vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended