Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Gujarati Youth Unique Achievement, They Making Rover In Waste Walking On Mars The Moon

ગુજ્જુ યુવાનોની સિદ્ધીઃ વેસ્ટમાંથી બનાવી મંગળ અને ચંદ્ર પર ચાલતી રોવર

divyabhaskar.com | Apr 11, 2017, 11:22 AM IST

  • નાસાની સ્પર્ધામાં રજૂ કરાયેલા રોવર સાથે વડોદરાનો તીર્થ શાહ અને તેની ટીમ
વડોદરાઃ 6 યુવાનોએ મળીને મંગળ અને ચંદ્ર પર પરિવહન માટે ચાલતી રોવર તૈયાર કરી છે. આ ટીમનું પ્રતિનિધિત્વ વડોદરાના તીર્થ શાહે કર્યુ હતુ. વેસ્ટમાંથી તૈયાર કરાયેલી આ રોવરને વડોદરાના ગૃપે નાસાની સ્પર્ધામાં રજૂ કરી હતી. દુનિયાભરની 99 જેટલી ટીમોને આ સ્પર્ધામાં એન્ટ્રી મળી હતી. જેમાં ભારતની બે ટીમો પૈકી વડોદરાના તીર્થ શાહ સહિત 6 સભ્યોની ટીમે સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમના આ મોડલની નાસામાં પ્રશંસા પણ થઇ હતી
વેસ્ટમાંથી રોવરની ડિઝાઇન તૈયાર કરી
 
અવકાશના ગ્રહો પર પરિવહન માટે ખાસ વાહન રોવરનો ઉપયોગ કરાય છે. વિશ્વમાં અવકાશ સંશોધન ક્ષેત્રે સૌથી પ્રતિષ્ઠિત ગણાતી સંસ્થા નાસા દ્વારા આયોજિત ચોથી હ્યુમન એક્સપ્લોરેશન ચેલેન્જમાં મૂળ વડોદરાના અને મુંબઇની મૂકેશ પટેલ મેનેજમેન્ટ સ્કૂલ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તીર્થ શાહ સહિત વિદ્યાર્થીઓની ટીમની પંસદગી થઇ હતી. આ ટીમનો લીડર તીર્થ શાહ મૂળ વડોદરાનો હતો. 
 
ટીમ લીડર તીર્થ શાહે અમેરિકામાં થયેલી સ્પર્ધાની માહિતી આપતાં જણાવ્યું કે નાસામાં હરીફાઇ યોજાઇ હતી. જેમાં અમારા રોવરે સમગ્ર રસ્તો પૂરો કર્યો હતો. નાસા દ્વારા મંગળ અને ચંદ્રનો ટ્રેક તૈયાર કરાયો છે. અમે ડિઝાઇન કરેલી રોવરની વિશેષતા છે કે રોવરને રોકેટમાં ફોલ્ડ કરીને એસ્ટ્રોનેટ પોતાની સાથે લઇ જઇ શકે છે અને ગ્રહ પર ઉતરીને તેમાં બેસીને આગળ વધી શકે છે. અમે બનાવેલ રોવર માટે એક પણ વસ્તુની ખરીદી કરી નથી વેસ્ટમાંથી રોવરની ડિઝાઇન તૈયાર કરાઇ છે. અમે રોવરની પેટન્ટ પણ ફાઇલ કરી છે. 
 
કોણ છે ટીમના અન્ય સભ્યો...કેવી હતી ચેલેન્જ....કેટલા કીલોનું બનાવ્યુ વેસ્ટમાંથી બેસ્ટ રોવર...વાંચવા માટે ફોટો બદલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati youth unique achievement, they Making Rover in waste walking on mars the moon
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended