Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Girl Give Permission For Abortion Who Rape Made Pregnant

બાળકને ઉછેરી નહીં શકું, ગર્ભપાતની મંજૂરી આપોઃ કેમ અરજ કરી રહી છે યુવતી?

divyabhaskar.com | May 19, 2017, 11:59 AM IST

  • ગ્રાફિક્સમાં દર્શાવેલી તસવીર માત્ર પ્રતિકાત્મક ઉપયોગ માટે જ છે
વડોદરાઃ શહેરનાં એક યુવક દ્વારા લગ્નની લાલચ આપી યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવતાં ગર્ભવતી બની હતી. બાદમાં યુવતીએ અદાલતમાં તેને ગર્ભપાત માટેની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરતાં અરજીની વધુ સુનાવણી હવે હાથ ધરાશે. યુવતીએ અરજીમાં રજૂઆત કરી છે કે, તે આર્થિક અને માનસિક રીતે બાળકની દેખભાળ કરી શકે તેમ નથી. આવનાર બાળક માટે સમાજમાં રહેવાનું મુશ્કેલ બની જશે. જેના પગલે યુવતીએ કોર્ટનું શરણ લીધું છે.
 
અગાઉ યુવતીની મરજી વિરૂધ્ધ એક વખત ગર્ભપાત કરાવ્યો હતો
 
કેસની વિગત એવી છે કે, 24 વર્ષની એક યુવતીએ સિટી પોલીસ સ્ટેશનમાં અહેસાન અહેમદ શેખ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ તેને લગ્નની લાલચ આપી તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેના કારણે તેને ગર્ભ રહી જતાં આરોપીએ ફરિયાદીની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. ત્યાર બાદ યુવતીનાં અન્ય જગ્યાએ લગ્ન થતાં આરોપીએ યુવતીને તારા પતિને બીભત્સ ફોટોગ્રાફ્સ બતાવીશ અને બદનામ કરીશ તેવી ધમકી આપી છૂટાછેડા કરાવ્યા હતા. ત્યાર બાદ ફરી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી હતી. ત્યાર બાદ વધુ એક વખત યુવતીનો ગર્ભપાત કરાવવાનો માટેનો પ્રયાસ થયો હતો.
 
વધુ કેટલીક બાબતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Girl give permission for abortion who Rape made pregnant
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended