Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Fire On 6th Flour Of Hi Rise Building In Gotri Area

વડોદરાઃ હાઈરાઈઝ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગતાં દોડધામ, 50નો બચાવ

divyabhaskar.com | Apr 22, 2017, 09:32 AM IST

  • ગોત્રી વિસ્તારમાં આવેલા નિલાંબર બાલીસીમોના છઠ્ઠા માળે આગ લાગી હતી
વડોદરાઃશહેરનાગોત્રી રોડ પર આવેલ આઠ માળની નીલાંબર બેલીસીમો નામની આઠ માળની બહુમાળી ઇમાતરના છઠ્ઠા માળે ભેદી સંજોગોમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.આગના કારણે અંદાજે રૂ.ત્રણેક લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. આગની પાછળનું સાચું કારણ જાણવા મળેલ નથી. 
 
ભર બપોરે ઘરમાં આગ લાગતાં રાચ રચિલું બળીને ખાક
 
ફાયર વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ગોત્રી રોડ પર આવેલ આઠ માળની નીલાંબર બેલીસીમો નામની ઈમારતના છઠ્ઠા માળે 601 નંબરના ફલેટમાં બપોરે ત્રણ વાગે ભેદી સંજોગોમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ટી પી 13ના ફાયર ઓફિસર ઓમ જાડેજા ફાયર જવાનો અને ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.આગના કારણે લિફટ અને વીજ પ્રવાહ બંધ કરી દેવાયો હતો. એટલે ફાયર પ્રોટેકશન સિસ્ટમની મદદથી ફાયર જવાનોએ આઠમા માળે પહોંચી સાતમા અને આઠમા માળના રહીશોને નીચે ઉતારી આગ બુઝાવવાની કામગીરી કરી હતી.માત્ર તેર મિનિટના ઓપરેશનમાં આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો હતો. 
 
તમામ તસવીરોઃ પ્રણય શાહ(વડોદરા)
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરતા રહો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fire on 6th Flour of hi rise building in gotri area
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended