Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Female Prisoners Canvas Painting Exhibition In Art Gallery

વિધર્મી પતિની હત્યાનો છે આરોપ, મહિલા કેદીએ કેનવાસ ઉપર દર્શાવી વ્યથા

divyabhaskar.com | Apr 12, 2017, 15:52 PM IST

  • મહિલા કેદીઓ દ્વારા કેનવાસ ઉપર વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા
વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલમાં વિવિધ ગુનાઓ માટે સજા ભોગવી રહેલી કાચા તથા પાકા કામની 18 મહિલા કેદીઓએ કેનવાસ પર ચિત્ર રૂપે પોતાની વેદના, આપવીતી અને લાગણીઓને કંડારી હતી. રવિવારે ચિત્રોનું ઉદ્ઘાટન રાજ્યના ગવર્નર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સોમવારથી 20 ચિત્રોનું પ્રદર્શન શહેરની આર્ટ ગેલેરીમાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું.
 
વિધર્મી યુવક સાથે લગ્નના થોડા જ સમયમાં પતિનું મોત થયુ હતુ
 
 
હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલી મહિલા કેદી ઝબીને (નામ બદલ્યું છે) કેનવાસ પર ચિત્ર રૂપે પોતાને થયેલી સજાને ચિત્રમાં કંડારી હતી. અન્ય ધર્મના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ પતિનું મૃત્યુ થાય છે. જેનો આરોપ પોતાની પર લાગે છે. હવે તે પોતે જેલમાં છે ત્યારે સમગ્ર ઘટનાક્રમ પહેલાં પોતાનું હર્યુ ભર્યું ઘર મહિલા કેદીએ પોતાના ચિત્રમાં કંડારી તમામનું ધ્યાન આકર્ષ્યું હતું. 18 મહિલા કેદીઓનાં 20 ચિત્રોની કિંમત 5થી 8 હજાર રાખવામાં આવી છે. જેની 50 ટકા આવક કેદી રિલીફ ફંડમાં અપાશે. 
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં.....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Female prisoners canvas painting exhibition in art gallery
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended