Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Fakir Put His Hand On The Woman Head And Became Unconscious

વડોદરા: ફકીરે મહિલાના માથે હાથ મૂક્યો ને બેભાન થઇ, અપહરણ બાદ લૂંટ

divyabhaskar.com | Apr 22, 2017, 11:14 AM IST

  • તસવીરનો પ્રતિકાત્મક ઉપયોગ કર્યો છે
વડોદરા:શહેરના અકોટા સુનમુનપાર્ક સોસાયટીમાં ભિક્ષા માગવા આવેલા સાધુ ફકીરને ઇડલી આપવા ગયેલી મહિલાને આશીર્વાદ આપવાના બહાને બેભાન બનાવી ફકીરે તેનું અપહરણ કર્યું હતું. મહિલાના રૂ. 1.22 લાખના દાગીનાની લૂંટ ચલાવી ફકીર તરસાલી પાસેની અવવારુ જગ્યાએ મહિલાને છોડીને ફરાર થઇ ગયો હતો. ત્રણ કલાક બાદ ભાનમાં આવેલી મહિલાએ તેના ભાઇને જાણ કર્યા બાદ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સાધુ ફકીર સામે અપહરણ, ઝેરી પદાર્થનો ઉપયોગ તેમજ લૂંટનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. જો કે બનાવને લઇ અનેક ભેદભરમ સર્જાયા છે. 
 
સાધુ વેશમાં આવેલા બાબા દ્વારા કરાયેલા અપહરણ અને લૂંટનો શિકાર બની મહિલા
 
બાબાને મેં ઇડલી આપ્યા બાદ બાબાએ મારા માથ ઉપર હાથ મૂકીને કહ્યું..જા બેટા ખૂશ રહે..તેમ કહેતા જ હું ભાન ભૂલી ગઇ હતી. બાદમાં તરસાલી બાયપાસ પાસે કેવી રીતે આવી ગઇ, તેની મને ખબર નથી. હું ભાનમાં આવી ત્યારે મારા શરીર ઉપરના તમામ દાગીના ગાયબ હતા. તેમ સાધુ વેશમાં આવેલા બાબા દ્વારા કરાયેલા અપહરણ અને લૂંટનો શિકાર બનેલી આરતી ગુપ્તાએ જણાવ્યું હતું. બીજી બાજુ કથિત બાબાનો ભોગ બનેલી પરિણીતાએ આપેલી માહિતી પોલીસના ગળે ઉતરતી ન હોય પોલીસે સોસાયટી સ્થિત સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
 
લગ્નને હજી માંડ ત્રણ મહિના થયા છે
 
શહેરમાં જ્વેલર્સની દુકાન ધરાવતા અને આરતી ગુપ્તાના સસરા વેદપ્રકાશ ગુપ્તાએ દિવ્ય ભાસ્કર ડોટકોમ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, શહેરના અકોટા ગાર્ડન પાસે આવેલી બી-7, સુનમુન પાર્ક સોસાયટીમાં પત્ની દિશા પુત્ર હર્ષિત અને પુત્ર વધૂ આરતી સાથે રહીએ છે. પુત્ર હર્ષિતના લગ્ન આરતી સાથે ગત તા.16મી જાન્યુઆરી-2017ના રોજ થયા હતા.
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fakir put his hand on the woman head and became unconscious
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended