Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Education Purification Sacrifice By MLA Of BJP In Vadodara

ભાજપના આ MLAએ કરાવ્યો એવો યજ્ઞ કે કોંગ્રેસ પણ દોડતુ થયુઃ જાણો વિગતે

divyabhaskar.com | Apr 12, 2017, 16:27 PM IST

  • વડોદરાની માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલે શિક્ષણ સુદ્ધીકરણ યક્ષ કરાવ્યો
વડોદરાઃ સરકાર દ્વારા 15,25 તથા 27 હજારની ફી નું વિધેયક પાસ કર્યા બાદ તેનો અમલ કરવામાં અખાડા કરતા સ્કુલ સંચાલકોને સદબુદ્ધી આવે અને શિક્ષણનો વેપાર કરનારા સંચાલકો પર બ્રેક વાગે તેવા આશયથી વડોદરા શહેરના ધારાસભ્ય યોગેશ પટેલે શિક્ષણશુદ્ધી યજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં કોંગ્રેસના નેશનલ સેક્રેટરી ઋત્વિજ જોષી સહિતના સભ્યો પણ પહોંચ્યા હતા અને યજ્ઞમાં શ્રીફળ હોમ્યું હતું. 
 
યજ્ઞમાં ઉપસ્થિત તમામે સામુહિક સંકલ્પ લીધા 
 
જયુબેલી બાગના તારકેશ્વર મહાદેવ મંદિર પાસે સાંજે 5 વાગે યોજાયેલા શિક્ષણ શુદ્ધી યજ્ઞમાં વિધિવત પુસ્તકોની પણ પૂજા કરવામાં આવી હતી. તેમજ યજ્ઞમાં ઉપસ્થિત તમામે સામુહિક સંકલ્પ લીધો હતો કે ઠગ સંચાલકો અને શિક્ષણને વેપાર બનાવી દેનારાઓને માતા સરસ્વતી સદબુદ્ધી આપે. કોંગ્રેસ અને ભાજપના આગેવાનોએ યજ્ઞમાં શ્રીફળ હોમ્યું હતું. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા યોજાયેલા શિક્ષણ શુદ્ધી યજ્ઞમાં કોંગ્રેસના આગોવાનો પણ જોડાતા ઉપસ્થિતોમાં ભારે અચરજ ફેલાયું હતું. 
 
કોંગ્રેસીઓને સવાલઃ તમે કેમ આવ્યા છો    
 
કોંગ્રેસી કાર્યકરો આવતાની સાથે ભાજપના કાર્યકરો વચ્ચે ખુરશીઓ પર બેસી ગયા હતા. ઓચિંતા યજ્ઞમાં પહોંચેલા કોંગ્રેસી કાર્યકરોને ભાજપના એક નેતાએ પુછી નાંખ્યું હતું કે તમે કેમ આવ્યા છો. જો કે કોંગ્રેસના કાર્યકરે હસતા મોઢે શ્રીફળ હોમવા તેવો જવાબ આપ્યો હતો
 
ભાજપના ધારાસભ્યના યજ્ઞ પર કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું...ભાજપના નેતેઓ ચંપલ પહેરીને યજ્ઞમાં બેઠા...વાંચવા માટે ફોટો બદલો... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Education purification Sacrifice by MLA of BJP in Vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended