Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Conflict Between Peoples And MLA In Nizampura Area Of Vadodara

વડોદરાઃ મંદિરના પુજારીનું મકાન તોડતાં લોકો વિફર્યા, MLAનો ઘેરાવો કર્યો

divyabhaskar.com | Apr 21, 2017, 14:58 PM IST

  • નિઝામપુરામાં મંદિરના પુજારીના ઘરનું દબાણ દૂર કરવા આવેલી ટીમનો લોકોએ વિરોધ કર્યો, ઈન્સેટમાં મધ્યસ્થી માટે આવેલા ધારાસભ્ય
વડોદરાઃશહેરના નિઝામપુરા મુખ્ય માર્ગ ઉપર હનુમાનજી મંદિરની બાજુમાં આવેલા મંદિરના પૂજારીના મકાનનું દબાણ દૂર કરવા ગયેલી વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પૂજારીને મકાન ફાળવી આપવાની રજૂઆત સાથે સ્થાનિક લોકોએ દરમિયાનગીરી કરવા માટે પહોંચેલા ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો.
 
હનુમાનજી મંદિરના પુજારીનું ઘર તોડવા પહોંચેલી ટીમનો વિરોધ
 
પ્રાપ્ત વિગત અનુસાર સ્માર્ટ સીટી અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના વિવિધ માર્ગોને પહોળા કરવામાં આવી રહયા છે. માર્ગો ઉપરના દબાણો ઠેર ઠેર દૂર કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત મહાનગર સેવા સદન દ્વારા શહેરના નિઝામપુરા રોડની વચ્ચે આવેલા હનુમાનજી મંદિરની આડમાં બનેલી કેટલીક દુકાનો તાજેતરમાં દૂર કરવામાં આવી હતી. જ્યારે મંદિરની બાજુમાં જ આવેલા પૂજારીના મકાનનું પણ દબાણ દૂર કરવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક લોકો મંદિરના પૂજારીની વ્હારે આવ્યા હતા. જ્યાં સુધી પૂજારીને કોર્પોરેશન બીજા મકાનની વ્યવસ્થાન કરી ન આપે ત્યાં સુધી મકાન દૂર કરવું નહિં તેવી મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. જે રજૂઆતના અનુસંધાનમાં કોર્પોરેશન દ્વારા ચાર માસનો સમય આપવામાં આવ્યો હતો.
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Conflict between peoples and MLA in nizampura area of vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended