Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Collage Girl Help In School Fees Of Poor Students In Vadodara

આ યુવતીનો અનોખો શિક્ષણ યજ્ઞ: 10 હજાર વિદ્યાર્થીને 1 કરોડની ફીની સહાય

divyabhaskar.com | May 17, 2017, 13:49 PM IST

  • વડોદરાની નિશિતા રાજપૂત ગરીબ વિદ્યાર્થિનીઓની ફી ભરીને પોતાનું વેકેશન મનાવે છે
વડોદરાઃસામાન્ય રીતે યુવાન વયે વિદ્યાર્થી વેકેશનમાં બહાર ફરવા જવાનું વિચારે. પરંતુ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નિશિતા રાજપૂત દર વર્ષે અનોખી રીતે વેકેશન માણે છે. નિશિતા રાજપૂત આ વર્ષે 10 હજાર જેટલી વિદ્યાર્થિનીઓની 1 કરોડ રૂપિયા ફી ભરીને પોતાનું વેકેશન માણશે. અત્યાર સુધી આ નિશિતાએ સી.એસ.આર. પ્રવૃત્તિ દ્વારા હજારો વિદ્યાર્થિનીઓની 1 કરોડ રૂપિયાથી વધારે ફી ભરી ચૂકી છે. 
દાતાઓ પાસેથી ચેક મેળવીને ગરીબ વિદ્યાર્થિનીઓને મદદરૂપ થાય છે
 
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલી ધરા પાર્ક સોસાયટીમાં રહેતી વિદ્યાર્થીની છેલ્લા 7 વર્ષથી સામાજીક કાર્ય સાથે જોડાયેલી છે. નિશિતાના પિતા ગુલાબભાઇ પણ સામાજીક સેવાના કામ સાથે સંકળાયેલા છે. જેથી તેમનામાંથી પ્રેરણ મેળવીને નિશિતાએ પણ સામાજીક સેવાના કામમાં ઝંપલાવ્યુ હતુ. વર્ષ 2010માં નિશિતાએ શાળાઓમાં ભણતા ગરીબ વિદ્યાર્થિનીઓની ફી ભરવાની શરૂઆત કરી હતી. નિશિતાએ વર્ષ 2010માં માત્ર 351 વિદ્યાર્થીઓની ફી ભરીને શરૂઆત કરી હતી. ગત વર્ષે નિશિતાએ 5100 વિદ્યાર્થિનીઓની ફી ભરી હતી. જ્યારે આ વખતે નિશિતાએ 10 હજાર વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું નક્કી કર્યુ છે. જેનો આકંડો એક કરોડ રૂપિયા થાય છે. 7 વર્ષમાં નિશિતાએ ફી ભરેલા વિદ્યાર્થિનીઓની સંખ્યા 20 હજારને પાર કરી જશે. અને ફીની રકમ કુલ 2 કરોડ 19 લાખ પર પહોંચી જશે. 
 
મલાઇકા અરોરાએ ત્રણ દિવસ પહેલા જ કર્યુ હતુ સન્માન
 
ગત શનિવારે વડોદરા શહેરની મહેમાન બનેલી મલાઇકા અરોરાએ શહેરની 2 યુવતીઓનું સન્માન તેમની ડોટરની એજમાં મધરહૂડ નિભાવવા બદલ કર્યુ હતું. એટલું નહીં મલાઇકાએ તેમનું કાર્ય જાણતાં બન્ને યુવતીઓને તાળીઓથી વધાવી હતી. જ્યારે સોસાયટીને સ્ટ્રોંગ વુમન એમ્પાવરમેન્ટનો મેસેજ આપનાર મહિલાનું સન્માન પણ મલાઇકાએ કર્યુ હતું. જેમાં નિશિતા રાજપૂતનો પણ સમાવેશ થતો હતો. 
 
નિશીતા રાજપૂતે ગત વર્ષે 5100 ગર્લ સ્ટુડન્ટ્સની 51 લાખ રૂપિયા ફી ભરી યુવાનો ધારે તો સમાજની સેવા મોટા લેવલ પણ કરી શકે છે તેવો મેસેજ આપ્યો હતો. જેથી મલાઇકા અરોરાએ નિશીતા રાજપૂતનું સન્માન કર્યુ હતુ. નિશીતાએ જણાવ્યુ હતું કે, 51 લાખ રૂપિયાથી સમાજની સેવા કર્યા પછી આત્માને જે સંતોષ મળે છે તે સંતોષ 51 કરોડ કમાયા પછી પણ નથી મળતો.
 
નિશિતા દર વર્ષે 151 વિદ્યાર્થિનીઓને અડોપ્ટ કરાવે છે...કોણ છે નિશિતા રાજપૂત....વાંચવા માટે ફોટો બદલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Collage girl help in School fees of poor students in vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended