Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Clash Between Two Student In CBSC School At Vadodara

વડોદરા: 13 વર્ષના ટેણિયાએ ક્લાસમેટનો હાથ તોડ્યો, પછી થયુ કંઈક આવુ

divyabhaskar.com | Mar 21, 2017, 08:48 AM IST

વડોદરા: સંગમચાર રસ્તા પર આવેલી કેન્દ્રિય વિદ્યાલયના 8મા ધોરણમાં અભ્યાસ કરતા બે સ્ટુડન્ટ પૈકી એક સ્ટુડન્ટએ અન્ય સ્ટુડન્ટ સાથે ઝઘડો કરી બે વાર હાથ મચકોડી દેતાં સ્ટુડન્ટના હાથનાં હાડકાં તૂટી જતાં ફ્રેકચર થઇ ગયું હતું. 13 વર્ષના માથાભારે ટેણિયાએ ઇજાગ્રસ્ત સ્ટુડન્ટને ધમકી પણ આપી હતી કે, જો પોલીસમાં ફરિયાદ કરીશ તો બીજો હાથ પણ તોડી નાંખીશ. ઇજાગ્રસ્ત સ્ટુડન્ટના વાલીએ આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે જુવેનાઇલ એકટ મુજબ તપાસ શરૂ કરી હતી. 
 
સંગમ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી કેન્દ્રિય વિદ્યાલયની ઘટના
 
સંગમ ચાર રસ્તા પર આવેલ કેન્દ્રિય વિદ્યાલયમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતો ઓમ નામનો બાળક (નામ બદલ્યું છે) ગત 16મી માર્ચે સ્કૂલમાં પોતાના પીટી ટીચરની પરમિશન મેળવીને સ્કૂલમાં બોલ રમી રહ્યો હતો. તે વખતે તેની સાથે ક્લાસમાં ભણતો અન્ય એક સ્ટુડન્ટ મીત (નામ બદલ્યું છે) પણ બોલ રમવા આવ્યો હતો. દરમિયાન ઓમથી બોલ ભૂલથી પાસે આવેલી સ્કૂલના કંપાઉન્ડમાં જતો રહ્યો હતો. જેથી માથાભારે બાળક મીતે ઓમ સાથે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાઇ ગયેલા મીતે અપશબ્દોનો મારો ચલાવ્યો હતો, જેથી ઓમ હેબતાઇ ગયો હતો અને તેણે મીતને અપશબ્દો ના બોલવા જણાવ્યું હતું. 
 
હાથ મચકોડી બાદમાં શું ધમકી આપી...વાંચો આગળની સ્લાઈડ્સમાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Clash between two student in CBSC school at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended