Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Barodiun Young Girl Research Of Naga Sadhu Community

નાગા બાવાઓની વચ્ચે રહી મોર્ડન યુવતીએ કર્યું છે અઘોરીઓનું સંશોધન

divyabhaskar.com | Feb 23, 2017, 15:38 PM IST

  • વડોદરાની યુવતીએ નાગા સાધુઓ ઉપર કર્યું છે સંશોધન
વડોદરા: શિવરાત્રીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભવનાથનો મેળો ચોક્કસ યાદગાર બની રહે છે. જેમાં વર્ષ દરમિયાન ભાગ્યે જ જોવા મળતા નાગા સાધુઓને નિહાળવાનો આને આશિર્વાદ લેવાનો અનોખો લ્હાવો હોય છે. અહીં વાત કરવી છે આ નાગા સાધુઓની જીવન સફરની. વડોદરાની એક કરોડપતિ પરિવારની યુવતી નાગા બાવાઓ અને અઘોરીઓ પાસે મહિનાઓ સુધી ફરી,રહીને તેમના જીવન, તંત્ર-મંત્ર, તેમના વિશેની માન્યતાઓ અને હકિકતો વિશે ઘણા બધા સંશોધન કરી ચૂકી છે. સામાન્ય જનમાનસમાં નાગા બાવાઓ વિશે પ્રચલિત માન્યતાઓને સંશોધન થકી ખોટી ઠેરવી છે. 
 
પલના પટેલે જૂનાગઢની ગુફાઓ, કુંભના મેળા, કાશી, બનારસમાં દિવસો સુધી રોકાણ કર્યું
 
કડકડતી ઠંડી, ધોમ ધખતો તાપ કે પછી ધોધમાર વરસાદમાં હોય છતાં શરીર પર કોઈ વસ્ત્રો પહેર્યા વિના દિગંબર અવસ્થામાં ધૂણો ધખાવી બેઠેલા અઘોરી અને નાગા સાધુઓની પાસે પણ જતાં સામાન્ય લોકોને ડર લાગી જાય. પરંતુ વડોદરાના એક ધનવાન પરિવારની હાઇ એજ્યુકેટેડ યુવતિએ આવા અઘોરી અને નાગા બાવાઓ કેવી રીતે સાધના કરે છે, કેવી રીતે જીવન ગુજારે છે તેના પર રૂબરૂ જઇને સંશોધન કર્યું છે. સામાન્ય રીતે સમાજમાં એવી વાતો પ્રચલિત હોય છે કે અઘોરીઓ માંસ, મદિરા અને મૈથુનમાં રચ્યા પચ્યા રહેતા હોય છે પરંતુ વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતા ગર્ભશ્રીમંત પરિવારની 30 વર્ષની યુવતી પલના પટેલે જૂનાગઢની ગુફાઓ, કુંભના મેળા, કાશી, બનારસમાં દિવસો સુધી રોકાણ કરીને નોંધ્યું છે કે ખરેખર આ બાવાઓ હઠ યોગ દ્વારા પોતાના શરીરને કષ્ટ આપીને સિદ્ધિ હાંસલ કરવાના અનુષ્ઠાનમાં વ્યસ્ત હોય છે. 
 
અમારા ઘરમાં સામાન્ય લોકોની જેમ જ મંદિરમાં પૂજા અર્ચના થાયઃ પલના પટેલ
 
અઘોરી અને નાગા બાવાઓ પર સંશોધન વિશે વાત કરતાં એડવોકેટ પલના પટેલે જણાવ્યું હતું કે, અધોરીઓ પર સંશોધન કરનાર સાંભળીને મોટાભાગે બધાના મનમાં વિચાર આવે કે હું કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરતાં પરિવાર સાથે સંબંધ ધરાવતી હોઇશ પરંતુ એવું નથી. અમારા ઘરમાં સામાન્ય લોકોની જેમ જ મંદિરમાં પૂજા અર્ચના થાય છે. મોકો મળે ત્યારે સહેલીઓ-મિત્રો સાથે પાર્ટીઓમાં પણ જાઉ છું અને ડાન્સ કરી મજા માણુ છું. સમય મળે ત્યારે હું નડિયાદ સ્થિત સંતરામ મંદિરે દર્શન કરવા પણ જાઉ છું. એક વખત મંદિરે દર્શન કરવા દરમિયાન મારા ગુરુ નારાયણદાસજી મહારાજ સાથે જીવ, શિવ અને સત્સંગની વાતો કરતાં કરતાં અધોરીઓના જીવન વિશે જાણવાનું બીડુ ઝડપી લીધું. 
 
અઘોર સાધના એ કોઈ મેલિ વિદ્યા નથી, ભક્તિનો પ્રકાર છેઃ અઘોરી
 
પલના પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અઘોરી અને નાગા સાધુઓ વિશે જાણવા માટે મેં જૂનાગઢમાં દર વર્ષે આયોજીત થતાં શિવરાત્રીના મેળા, હરિદ્વારા અને અલહાબાદમાં યોજાયેલા કુંભના મેળામાં અધોરીઓ પાસે જઇને કોઈપણ ડર રાખ્યા વિના તેમના જપ, તપ, તંત્ર, મંત્ર, સાધનાઓ વિશે જાણ્યુ છે. એક અઘોરીના જણાવ્યા અનુસાર અઘોર સાધના એ કોઈ મેલિ વિદ્યા નથી પરંતુ ભક્તિનો જ એક પ્રકાર છે. જેમ સામાન્ય વ્યક્તિ મંદિરમાં ભગવાનને ફૂલ, પ્રસાદી ચડાવી ભગવાનના નામની માળા જપે છે તેમ અઘોર પંથમાં અઘોરી પોતાના શરીરને કષ્ટ આપીને ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. આ સાધના ગુરૂ દ્વારા આપવામાં આવેલા મંત્ર અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. 
 
તલંગ સ્વામી કરતાં મળમૂત્રથી કાશિશ્વનાથ પર અભિષેક, અઘોરીઓ કેવી રીતે કરે છે લાશ પર સાધના? કોને કહેવાય 'શહેરે ખામોશ'? કોણ છે વડોદરાની મોર્ડન યુવતી? કેવી રીતે થાય છે નાગા સાધુઓની તંગતોડ વિધિ જાણવા ફોટો બદલતા જાવ....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Barodiun Young girl research of naga sadhu community
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended