Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Advocate Say May Be Compromise Between The Two Parties In Rape Case

સુજ્ઞેય સાથે સમાધાન થયાની ચર્ચાને પીડિતાએ ફગાવી, વકીલને આપ્યો સંદેશો

divyabhaskar.com | Mar 21, 2017, 09:13 AM IST

  • દુષ્કર્મ કેસની પીડિત યુવતી અને આરોપી સુજ્ઞેય સ્વામી
વડોદરાઃ કેનેડાનાટોરેન્ટો સ્વામીનારાયણ મંદિરના ચકચારી સુજ્ઞેય સ્વામી કેસમાં બંને પક્ષ વચ્ચે હવે સમાધાન થઇ ગયું હોય તેવી શરૂ થયેલી વ્યાપક ચર્ચા થઇ રહી છે. ત્યારે પીડિતાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેણે કોઇની સાથે સમાધાન કર્યું નથી. પીડિતાનાં વકીલ સોનલ જોશીએ જણાવ્યું હતું કે યુવતીનો મેસેજ આવ્યો હતો કે તેણે આ મામલે કોઇની સાથે સમાધાન કર્યું નથી. કોઇ પણ ભોગે ન્યાય મેળવવા તે મક્કમ હોવાનું તેણે જણાવ્યું હતું. 
 
સમાધાન થયાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ
 
કેનેડામાં આવેલા ટોરેન્ટો સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં સુજ્ઞેય સ્વામી વિરુદ્ધ પોતાની ઉપર મંદિરના રૂમમાં દુષ્કર્મ આચર્યું હોવાની મૂળ ગુજરાતી યુવતીએ કેનેડા પોલીસ સમક્ષ ફરિયાદ કરતાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન મદદ માટે કેનેડાની યુવતીએ અમદાવાદ સ્થિત એડવોકેટ સોનલ જોશીના માધ્યમથી હરિધામ સોખડા અને સંતો સામે નોટિસ ઇશ્યૂ કરી હતી. જોકે કેટલાક દિવસોથી વકીલે પીડિતાનો સંપર્ક કરતાં પિતા બીમાર હોવનું કહી સંપર્ક ન થતાં સમાધાન થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું. 
 
સોમવારે વકીલની પીડિતા સાથે સંદેશાની આપલે થઇ
 
છેલ્લા બે ત્રણ દિવસથી વ્યાપક ચર્ચા ચાલી રહી હતી કે હવે બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું છે.પીડિતા તરફથી તેનાં વકીલ સોનલ જોશીને પણ એવો મેસેજ પાઠવાયો હતો કે તેના પિતા હાલ બીમાર છે, તેથી વધુ વાત નહીં કરી શકું . પીડિતાના વકીલને પણ એક તબક્કે લાગી રહ્યું હતું કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું છે. જો કે સોમવારે સોનલ જોશીએ જણાવ્યું હતું કે પીડિતા સાથે સંદેશાની આપલે થઇ છે, જેમાં તેણે સમાધાન થયું હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો. 
 
સમગ્ર મામલે પીડિતા વકીલે શું કહ્યું. વાંચવા માટે ફોટો બદલો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Advocate say may be compromise between the two parties in rape case
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended