Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Adopted Daughter Suicide After Birthday Celebration Of Her Father At Vadodara

વડોદરાઃ પિતાના બર્થ ડેની ઉજવણી કરી દત્તક દીકરીએ કર્યો આપઘાત

divyabhaskar.com | Mar 04, 2017, 08:44 AM IST

  • આપઘાત કરનાર દીકરીએ પિતાના બર્થ ડેની ઉજવણીની આ તસવીર ખેંચી હતી અને ઇનસેટમાં મૃતક નિધીની ફાઇલ તસવીર
વડોદરાઃ છ વર્ષ પહેલાં મોટાભાઇની દત્તક લીધેલી દીકરીએ ગુરૂવારે રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લેતા નિઃસંતાન દંપતી પુનઃ નિઃસંતાન બની ગયું છે. પિતા પંકજભાઇએ આંખોમાં આંસુ સાથે જણાવ્યું હતું કે, મારી જિંદગીમાં ક્યારેય કેક કાપીને મારો જન્મ દિવસ ઉજવ્યો ન હતો. પરંતુ જ્યારથી નિધી અમારા જીવનમાં આવી ત્યારથી તે મારો અને તેની મમ્મીનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવતી હતી. ગત 27 ફેબ્રુઆરીએ મારો જન્મ દિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. અને અમારા કેક કાપતા ફોટા પાડ્યા હતા. નિધીએ આપઘાત કરી લેતા તેની મમ્મીના હોશ ઉડી ગયા છે.
 
મોટાભાઇની દીકરી નિધીને દંપતીએ દત્તક લીધી હતી
 
મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી બી-47 અમરદીપ ગ્રીન સોસાયટીમાં રહેતા પંકજભાઇ રશીકલાલ જેઠવા રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે. તેમના પત્ની માયાબહેન પાણીગેટ આયુર્વેદિક હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. 20 વર્ષના લગ્ન જીવનમાં શેરમાટીની ખોટ ન પુરાતા પત્ની માયાબહેનની તૈયારીથી પંકજભાઇ જેઠવાએ ભાવનગરમાં રહેતા મોટાભાઇ વિનોદભાઇની બે દીકરીઓ પૈકી નાની દીકરી નિધી ઉ.વ.18)ને દત્તક લીધી હતી. અને એક વર્ષ પહેલાં જ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને પંકજભાઇ અને માયાબહેન નિધીના કાયદેસરના માતા-પિતા બન્યા હતા.
 
27 ફેબ્રુઆરીએ જ પિતાના જન્મદિવસની ઉજવણી કરી હતી
 
ભારે હૈયે પંકજભાઇએ જણાવ્યું હતું કે, 12 વર્ષની ઉંમરે નિધીને વડોદરા લઇ આવ્યા બાદ અમારા જીવનમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. નિધી અમારી ખુબ દેખભાળ રાખતી હતી. પપ્પા-મમ્મી કહેતા તેનું મોંઢુ સુકાતુ ન હતું. અમારો પડ્યો બોલ તે ઝીલી લેતી હતી. જ્યારથી નિધી અમારા જીવનમાં આવી ત્યારથી તે મારો અને તેની મમ્મીનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવતી હતી. ગત 27 ફેબ્રુઆરીએ મારો 49મો જન્મદિવસ નિધીએ ધામધૂમથી ઉજવ્યો હતો. મારા કેક કાપતા ફોટા પણ પાડ્યા હતા. નિધી તે દિવસે ખુબ ખુશ હતી. પરંતુ તેણે કયા કારણોસર આપઘાત કરી લીધો તેની મને ખબર નથી. આજે હું અને મારી પત્ની ફરીવાર નિઃસંતાન બની ગયા. કદાચ અમારા નસીબમાં જ સંતાન સુખ નથી.
 
પિતા પહેલા માળે પહોંચતા જ દીકરીને લટકતી જોઇ, હોસ્પિટલમાં માતા-પિતાના હૈયાફાટ રૂદને પણ સન્નાટો પાથરી દીધો, વાંચવા માટે ફોટો બદલો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Adopted daughter suicide after birthday celebration of her father at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended