Home »Madhya Gujarat »Latest News »Vadodara City» ACB Trap To Dabhoi Deputy Mamlatdar And BJP Leader Son

વડોદરાઃ નાયબ મામલતદાર તથા BJP અગ્રણીનો વકીલ પુત્ર લાંચ લેતા ઝડપાયા

divyabhaskar.com | May 19, 2017, 04:38 AM IST

  • વડોદરા એસીબીએ ડભોઈ ઈ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર તથા ભાજપા અગ્રણીના પુત્રને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા
વડોદરાઃ જિલ્લાના ડભોઇ મામલતદાર કચેરીના ઇ-ધારા નાયબ મામલતદાર અને જિલ્લા ભાજપા અગ્રણી તથા બરોડા ડેરીના માજી ડિરેક્ટરના ધારાશાસ્ત્રી પુત્ર એક ખેડૂત પાસેથી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. ખેડૂતે ખરીદેલી જમીનની કાચી એન્ટ્રી પાડી ફાઇલ આગળ ચલાવવા માટે રૂ. 15000ની લાંચ લેતાં ડભોઇ મામલતદાર કચેરીના ઇ-ધરા નાયબ મામલતદાર અને જિલ્લા ભાજપા અગ્રણી તેમજ બરોડા ડેરીના માજી ડિરેક્ટરના વકીલપુત્રને એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. મામલતદારે રૂ. 25000ની લાંચ પૈકીના રૂ. 10000 પાંચ દિવસ પહેલાં જ આપી દીધા બાદ બાકીના રૂપિયા સ્વીકારતાં છટકુ ગોઠવી ઝડપી પાડ્યા હતા. 
 
ખેડૂત પાસેથી રૂપિયા 25000ની માંગણી કરી હતી
 
કરજણ તાલુકાના કાયાવરોહણ ગામના ખેડૂત વિપુલભાઇ અંબાલાલ પટેલે ગામની જ 5  વીઘા જમીન વેચાણે લીધા બાદ 18 માર્ચે તેનો દસ્તાવેજ કર્યો હતો.  ઇ ધરાના નાયબ મામલતદાર દેવેન્દ્રસિંહ અભેસિંહ કોઠિયાએ વેચાણ દસ્તાવેજના આધારે કાચી એન્ટ્રી પાડી ફાઇલ આગળ ચલાવવા માટે રૂ. 25 હજારની લાંચની માગણી કરી હતી. જે પૈકીના રૂ. 10 હજાર નાયબ મામલતદારે તે જ દિવસે લઇ લીધા હતા. બાકીના રૂ. 15000 માટે વારંવાર ઉઘરાણી કરી હતી અને પાકી એન્ટ્રીમાં કોઇ ગરબડ ન થાય તે તેમ કહી માગણી ચાલુ રાખી હતી..
 
ભાજપા અગ્રણીના વકીલ પુત્રએ વચેટિયાની ભૂમિકા ભજવી
 
ખેડૂત વિપુલ પટેલે નાયબ મામલતદાર એ.ડી. કોઠિયાની ઉઘરાણીથી ત્રાસી ઓડિયો રેકોર્ડિંગ સાથે ગત તા.15-5-017ના રોજ એસીબીના પી.આઇ. જી.ડી. પલસાણાનો સંપર્ક કરી  ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ ગુરુવારે છટકું ગોઠવતાં ખેડૂત ઇ-ધરા કચેરીમાં લાંચના રૂ. 15000 આપવા ગયા હતા. નાયબ મામલતદાર એ.ડી.કોઠિયાએ લાંચના રૂપિયા વચેટિયા ડભોઇ તાલુકા ભાજપના અગ્રણી અને બરોડા ડેરીના માજી ડિરેક્ટર અશ્વિન પટેલ (વકીલ)ના વકીલ પુત્ર હર્ષિલને આપવાનું કહ્યું હતું. ખેડૂતે વકીલને રૂપિયા આપતાં જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે વકીલને લાંચના 15000 સ્વીકારતાં ઝડપી પાડ્યો હતો. એસીબીએ વચેટિયા હર્ષિલ પટેલ અને ના.મામલતદાર એ.ડી. કોઠિયાની લાંચના ગુનામાં ધરપકડ કરી હતી.
 
રજા પરથી હાજર થયા અને છટકું ગોઠવ્યું
 
ખેડૂતે એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. જોકે, નાયબ મામલતદાર રજા ઉપર ચાલ્યા જતાં છટકું થઇ શક્યું ન હતું. દરમિયાન ગુરુવારે નાયબ મામલતદાર કોઠિયા હાજર થતાં જ ખેડૂત વિપુલ પટેલને રૂ. 15000 લઇ 12-30 વાગે ઓફિસમાં બોલાવ્યા હતા. વચેટિયો વકીલ હર્ષિલ પટેલ પણ ત્યાં હોઇ નાયબ મામલતદારે લાંચના રૂપિયા તેને આપી દેવાનું કહ્યું હતું.
 
ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ કબજે કરાયું
 
લાંચ આપવા ગયેલા ખેડૂત વિપુલ પટેલે ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. નાયબ મામલતદારે લાંચના રૂ.15000 વકીલ હર્ષિલ પટેલને આપવાનું જણાવ્યું હતું. આ સમયે વકીલે પણ લાવ આપી દે 15000 તેમ કહી નાયબ મામલતદાર વતી લાંચના રૂપિયાની માગણી કરી હતી. વકીલે કરેલી આ વાતનું પણ રેકોર્ડિંગ થઇ ગયું હતું. એસીબીએ રેકોર્ડિંગને કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ACB trap to dabhoi deputy mamlatdar and BJP leader son
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended