Home »Madhya Gujarat »Latest News »Vadodara City» American Citizens Died Falling Down The Duplex Balcony

વડોદરા ફરવા આવેલા અમેરિકન નાગરિકનું બાલ્કનીમાંથી નીચે પડી જતાં મોત

divyabhaskar.com | Nov 06, 2016, 09:35 AM IST

  • પુત્રના મૃતદેહ પાસે ચહેરો છૂપાવીને રડી રહેલી માતા
વડોદરાઃ અમેરિકાથી માતાને લઇને વડોદરા ફરવા માટે આવેલા 47 વર્ષીય અમેરિકન નાગરિક જ્યોર્જ જોસેફ ચોસકી મકાનની બાલ્કનીમાં પાળેલા કૂતરા સાથે મસ્તી કરી રહ્યો હતો. તે સમયે નીચે પટકાતાં તેનું મોત નીપજ્યું છે. સયાજી હોસ્પિટલમાં પુત્રનો મૃતદેહ જોઇ માતા ચોંધાર આંસુએ રડી પડી હતી. મોતને ભેટેલા અમેરિકન યુવાનની અંતિમવિધિ વડોદરા ખાતે જ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.
 
જ્યોર્જ જોસેફ ગલૂડિયા સાથે બાલ્કનીમાં મસ્તી કરી રહ્યો હતો
 
પ્રાપ્ત માહિતી પ્રમાણે 2 મહિના પહેલા અમેરિકાના શિકાગોનો રહેવાસી જ્યોર્જ જોસેફ જેલી ચોસકી માતા જોફિયા (ઉં.વ.71)ને લઇ વડોદરા ફરવા માટે આવ્યો હતો. માતા-પુત્ર શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સનસીટી પેરેડાઇઝ ડુપ્લેક્ષમાં મકાન નંબર-287માં ભાડૂઆત તરીકે રહેતા હતા. કૂતરા પાળવાનો શોખીન જ્યોર્જ જોસેફ ચોસકીએ સ્ટ્રીટ ગલૂડિયું પાળ્યું હતું. રાત્રે 3-30 વાગ્યાના સુમારે જ્યોર્જ જોસેફ આશરે એક વર્ષના સ્ટ્રિટ ગલૂડિયા સાથે મકાનની બાલ્કનીમાં મસ્તી કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક નીચે પટકાયો હતો.
 
બાલ્કનીમાંથી નીચે પટકાતાની સાથે પાળેલા ગલૂડિયાએ ભસવાનું શરૂ કર્યું હતું. પરંતુ નિંદ્રાધિન માતા કૂતરાના સતત ભસવાના ઇશારાને સમજી શકી ન હતી. દરમિયાન મળસ્કે 4 વાગ્યાના સુમારે મોર્નિંગ વોકમાં નીકેળેલા ડુપ્લેક્ષના બે વ્યક્તિઓએ જ્યોર્જ જોસેફને લોહી લુહાણમાં જોતા તુરંત જ તેની માતાને જાણ કરી હતી. 
 
પુત્રના મૃતદેહને જોતા જ માતા જોફીયા ચોધાર આંસુએ રડી પડી, વાંચવા માટે ફોટો બદલતા જાવ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: American citizens died falling down the duplex balcony
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext