Home »Madhya Gujarat »Latest News »Vadodara City» 300 Kg Toxic Mango Decimation In Health Department Red On Mango Shop At Vadodara

ઉનાળામાં આવી કેરી ખાતા પહેલા સાવધાનઃ જોઇ લો ઝેરી કેરીના આ દ્રશ્યો

divyabhaskar.com | Apr 07, 2017, 09:25 AM IST

  • વડોદરામાં આરોગ્ય વિભાગની ટીમે કાર્બાઇડ પાઉડરથી પકવાતી કેરી પકડી પાડી
વડોદરાઃ કેલ્શિયમ કાર્બાઇડ પાઉડર અને ઇથેનીલ પાઉડરથી પકવવામાં આવેલી કેરીઓનું વડોદરા શહેરમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે. કાર્બાઇડ પાઉડરથી પકવેલી ઝેરી કેરી ખાવાથી લાંબા ગાળે કેન્સરની બિમારી થઇ શકે છે. જેથી સફાળા જાગેલા આરોગ્ય વિભાગે આજે ખંડેરાવ માર્કેટની પાછળ આવેલ કેરીઓની 15 જેટલી વખારોમાં દરોડા પાડ્યા હતા. જેમાં તપાસ કરતાં કેરીઓ પકવવાના ઉપયોગમાં લેવાતી કાર્બાઇડ પાઉડરની સાથે ઇથેનીલ પાઉડરની પડીકીઓ મળી આવતા આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યું હતુ. આરોગ્ય વિભાગે કાર્બાઇડ પાઉડર અને ઇથેનીલ પાવઉરથી પકવેલી 300 કિલો ઉપરાંત કેરીઓનો જથ્થો જપ્ત કરી નાશ કર્યો હતો. 
 
કાર્બાઇડથી પાકેલી હજારો કિલો કેરી વેચાઇ ગઇ
 
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા દર વર્ષે કેરીઓના આગમન સાથે કેરીઓની વખારોમાં દરોડા પાડીને કાર્બાઇડ પાઉડરથી પકવવામાં આવતી કેરીઓનો નાશ કરે છે. આ વર્ષે શહેરમાં ગત માર્ચ માસથી પાકી કેરીઓ ઠેર-ઠેર વેચાવાનું શરૂ થઇ ગયું હતું. આમ છતાં વડોદરા મહાનગર સેવાસદનનું આરોગ્ય વિભાગ ઉંઘતું રહ્યું હતું.

વડોદરા શહેરમાં કાર્બાઇડ પાઉડર અને ઇથેનીલ પાઉડરથી પકવવામાં આવેલી હજારો કિલો કેરીઓ વેચાઇ ગઇ છે. અને શહેરીજનોએ કેન્સર અને પેટના રોગોને આમંત્રણ આપે તેવી કાર્બાઇડ પાઉડરથી પકવવામાં આવેલી કેરીઓ ખાઇ ચૂક્યા છે. ત્યારે વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગને શહેરીજનોના આરોગ્યની ચિંતા થતાં આજે સફાળા જાગી ખંડેરાવ માર્કેટની પાછળ આવેલા કેરીઓની વખારમાં દરોડા પાડ્યા હતા. 
 
કાર્બાઇડથી પકવાતી કેરીથી શું રોગ થઇ શકે છે, કેરીની કેટલી વખારમાં દરોડા પાડ્યા...આગળ શું કાર્યવાહી થશે...વાંચવા માટે ફોટો બદલો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 300 kg Toxic mango Decimation in health department red on mango shop at vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended