Home »Madhya Gujarat »Latest News »Vadodara City» 13 Year Old Tirth Shah Took Initiation In Vadodara

વડોદરાઃ 13 વર્ષનાં તીર્થે ગ્રહણ કરી દીક્ષા, મંડપમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

divyabhaskar.com | Apr 20, 2017, 13:42 PM IST

  • વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા 13 વર્ષના તીર્થે દીક્ષા અંગીકાર કરી
વડોદરાઃ શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા શાહ પરિવારના બે બાળકોએ 2 વર્ષ અગાઉ દીક્ષા અંગીકાર કર્યા બાદ ત્રીજા દીકરા બાળમુમુક્ષુ તીર્થ શાહે પણ યુવાચાર્ય પૂ.નરરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. પૂ.જૈનાચાર્યના હસ્તે દીક્ષાર્થીએ દીક્ષા સ્વરૂપે ઓઘો સ્વીકારતાં દીક્ષા મહોત્સવનો શામિયાનો શ્રમણ ધર્મનો જયજયકાર અને વીરતી ધર્મના જયજયકારથી મંડપ ગૂંજી ઉઠ્યો હતો. 
 
ભગવંતોનો બાળમુમુક્ષ પર મંત્રોચ્ચાર સાથે વાસક્ષેપનો છંટકાવ 
 
દીક્ષા અંગીકાર કરનાર બાળમુમુક્ષુ તીર્થ શાહ ઓઘો ગ્રહણ કરી સાધુ વેશમાં સાધુ-સાધ્વીજી ભગવંતોને નમન કરવા જઇ પહોંચતાં સાધુ-સાધ્વીજી ભગવંતોએ બાળમુમુક્ષુના મસ્તક પર મંત્રોચ્ચાર સાથે વાસક્ષેપનો છંટકાવ કરી આશીર્વાદ આપ્યા હતા. બીજી તરફ દીક્ષા મંડપમાં ઉપસ્થિત જૈન શ્રદ્ધાળુઓએ નૂતન દીક્ષાર્થી પર અક્ષત વધાવી શ્રમણ ધર્મનો જયજયકાર, વીરતી ધર્મનો જયજયકાર કરી આવકાર આપતાં ભાવવાહી દૃશ્યો સર્જાયા હતા. 
 
દીક્ષા બાદ તીર્થ શાહનું પૂ.મુનિ તન્મય રત્ન વિજયજી મહારાજ નામકરણ કરાયું હતું. બે વર્ષમાં બે ભાઇઓના ત્રણ-ત્રણ દીકરાઓએ સંસાર છોડી તપસ્યાનો માર્ગ અપનાવતાં જૈન સમુદાય ભાવવિભોર બન્યો હતો. 
 
તીર્થે દીક્ષા અંગીકાર કરી સંયમજીવન અને તપસ્યાના માર્ગે પ્રસ્થાન કરવાનો સંકલ્પ કર્યો...ગુરુજીએ દીક્ષાર્થીને વેશ પ્રદાન કર્યા બાદ મુંડન વિધિ યોજાઇ....વાંચવા માટે ફોટો બદલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 13 year old Tirth shah took initiation in vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended