Home »Madhya Gujarat »Latest News »Vadodara City» 12 Fit Crocodile Live Rescue In Mid Night At Padra

વડોદરાઃ મધરાતે 12 ફૂટના મગરની રહેણાંક વિસ્તારમાં લટાર, live રેસ્ક્યુનો વીડિયો

divyabhaskar.com | Mar 18, 2017, 14:12 PM IST

  • રહેણાંક વિસ્તારમાં ટહેલતા મગરનું રેસ્ક્યુ
વડોદરાઃપાદરા તાલુકામાંથી પસાર થતી નહેર(કાંસ)માં એક મહાકાય મગર છેલ્લા એક વર્ષથી દેખા દેતો હતો. જે ફક્ત રાત્રિના સમયે જ કાંસમાંથી બહાર નિકળતો હોવાથી લોકો ફફડી રહ્યા હતા. ત્યારે શુક્રવારની મધ્યરાત્રિએ ફરી વખત આ 12 ફૂટના મહાકાય મગરે દેખા દેતાં દહેશત ફેલાયી હતી. જોકે મધરાતે રહેણાંક વિસ્તારમાં લટાર મારવા નિકળેલા આ મગરનું જીવદયાપ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મુકતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.
 
મગરને પકડીને સલામત સ્થળે ખસેડાયો

પાદરાથી દરાપુરા જવાના રસ્તે રહેણાંક વિસ્તારમાં ટર્નિંગ પાસે આવેલી નહેર(કાંસ)માંથી આશરે 12 ફૂટ લાંબો મહાકાય મગર રાત્રે 1.30 વાગ્યાની આસપાસ લટાર મારતો હોવાનું જણાયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી આ મગર ત્યાં દેખા દેતો હતો. જોકે રાત્રિ દરમિયાનજ બહાર નીકળતો હોવાથી લોકોને જાનનું જોખમ હતું. પરંતુ રેસ્ક્યુ કરવામાં તકલીફ જણાઈ રહી હતી. આખરે શુક્રવારે રાત્રિના સમયે ફરી વખત રહેણાંક વિસ્તારમાં આ મહાકાય મગરે દેખા દીધી હતી. જેની જાણ સ્થાનિક લોકોએ જીવદયા પ્રેમીઓને કરતાં રાત્રિના 1.30 કલાકે તેનું બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. મગરનું રેસ્ક્યુ થતાં સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો.  
 
મગરના live રેસ્ક્યુની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતા રહો... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 fit Crocodile live Rescue in mid night at padra
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended