Home »Madhya Gujarat »Latest News »Vadodara City» વડોદરાની ૧૩ બેઠક પર સવારે ૧૧ સુધી સરેરાશ ૨૩ ટકા મતદાન

વડોદરાની ૧૩ બેઠક પર સવારે ૧૧ સુધી સરેરાશ ૨૩ ટકા મતદાન

Sanjay shah | Dec 17, 2012, 12:23 PM IST

વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદારોમાં સવારથી જ ઉત્સાહ જણાતો હતો. જેમાં શરૂઆતના એક કલાકના ધીમા મતદાન બાદ મતદારો મોટી સંખ્યામાં ઉમટી પડતાં સવારે ૧૧ વાગ્યા સુધી શહેર અને જિલ્લાની ૧૩ બેઠક માટેનું સરેરાશ મતદાન ૨૩ ટકા નોંધાયું હતું. જેમાં સૌથી વધુ ૩૧.૪૫ ટકા મતદાન જિલ્લાની ડભોઈ બેઠક પર નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન જિલ્લાની વાઘોડિયા બેઠક પર માત્ર ૧૨.૬૯ ટકા નોધાયું હતું.

આ સિવાય સાવલી બેઠક પર ૨૧.૯૭ ટકા, છોટાઉદેપુર બેઠક પર ૧૫.૫૫ ટકા, જેતપુર બેઠક પર ૨૬.૧૬ ટકા, સંખેડા બેઠક પર ૩૦.૪૦ ટકા, વડોદરા શહેરની બેઠક પર ૨૧.૯૩ ટકા, સયાજીગંજ બેઠક પર ૧૯.૩૫ ટકા, અકોટા બેઠક પર ૨૪.૫૬ ટકા, રાવપુરા બેઠક પર ૧૯.૬૪ ટકા, માંજલપુર બેઠક પર ૨૦.૬૫ ટકા, પાદરા બેઠક પર ૨૩.૬૫ ટકા અને કરજણ બેઠક પર ૨૯.૮૦ ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નહોય મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: વડોદરાની ૧૩ બેઠક પર સવારે ૧૧ સુધી સરેરાશ ૨૩ ટકા મતદાન
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext