Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Additional Resident Collector Ashok Mehta At Ahmedabad Change

નિવાસી અધિક કલેકટર અશોક મહેતાની અમદાવાદ ખાતે બદલી

Bhaskar News, Vadodara | Sep 22, 2013, 02:49 AM IST

સાવલી પ્રાંત એમ.એસ ગોહિ‌લ વડોદરા નિવાસી અધિક કલેકટર નિમાયા
નવા છોટાઉદેપુર જિલ્લાના નિવાસી અધિક કલેકટર તરીકે એ.જે. પટેલની નિમણૂક
સેવાસદનના ડે. કમિશનરની ખાલી પડેલી જગ્યા પર કે.એસ. મિનાતની વરણી


રાજ્ય સરકાર દ્વારા આજે ૭૭ અધિક કલેકટરોની કરવામાં આવેલી બદલીમાં વડોદરાના નિવાસી અધિક કલેકટર અશોક મહેતાની અમદાવાદ ખાતે બદલી કરી તેમના સ્થાને સાવલી પ્રાંત એમ.એસ. ગોહિ‌લને બઢતી આપી નિંમણૂક કરવામાં આવી છે. જ્યારે નવા છોટાઉદેપુર જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે એ.જે.પટેલની નિંમણૂક કરવામાં આવી છે. જ્યારે વડોદરા સેવાસદનના ડે. કમિશનરની ખાલી પડેલી જગ્યા પર કે.એસ. મિનાતની નિંમણૂક કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યના પ૨ નાયબ કલેકટરોને અધિક કલેકટર તરીકે બઢતી આપવામાં આવી હતી. પરંતું તેઓની બઢતીના સ્થળે નિંમણૂક કરવામાં આવી નહતી. ગત સપ્તાહે થયેલ નાયબ કલેકટરોની બદલીના આદેશ બાદ આ બઢતી પામેલા અધિકારીઓની જગ્યાએ અન્ય અધિકારીઓની નિંમણૂક કરી તમામને નિંમણૂક માટે રાહમાં રાખવામાં આવ્યા હતા.

દરમ્યાન આજે રાજ્ય સરકારે બઢતી પામેલા ૪૬ સહિ‌ત ૩૧ વર્તમાન અધિક કલેકટરો મળી ૭૭ અધિક કલેકટરોની બદલીના કરેલા આદેશમાં વડોદરા મહેસૂલી તંત્રમાં પણ ફેરફાર કરાયા હતા. જેમાં નિવાસી અધિક કલેકટર અશોક મહેતાને અમદાવાદ સાયન્સ સીટીમાં મુકી તેમના સ્થાને સાવલી પ્રાંત એમ.એસ ગોહિ‌લને, સેવાસદનના ડે. કમિશનરનની ખાલી જગ્યા પર નર્મદાના ડીઆરડીએ ડાયરેકટર કે.એસ. મિનાતની, ભરૂચના ડીઆરડીએ ડાયરેકટર હિ‌તેશ કોયાની વડોદરા ડીઆરડીએ ડાયરેકટર તરીકે, વડોદરા ડીઆરડીએ ડાયરેકટર એન.વી. ચૂડાસમાની વલસાડ ડીઆરડીએ ડાયરેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

જયારે સરદાર સરોવર પુન: વસવાટ એજન્સીના એમ.એલ. મકવાણાની કન્ઝ્યુમર અફેર કમિશનના રજીસ્ટ્રાર તરીકે, કરજણ પ્રાંત અધિકારી આર.પી. ચૌધરીને ગાંધીનગર મહિ‌લા અને બાળવિકાસના ડે. કમિશનર તરીકે જ્યારે વડોદરાના નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી કે.ડી.લાખાણીને સયાજી હોસ્પિટલના એકઝીક્યુટીવ ઓફિસર તરીકે નિંમણૂક આપવામાં આવી છે. જયારે અમદાવાદના ડીસીએલઆર આર પી પટેલની વડોદરા સ્થિત ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયના રિજિયોનલ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Additional resident collector Ashok Mehta at Ahmedabad change
(News in Gujarati from Divya Bhaskar)

      Next Article

      Recommended

          PrevNext