Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Zambia Student Suicide In Parul University Hostel At Vadodara

વડોદરાઃ પારૂલ યુનિ.માં વિદેશી સ્ટુડન્ટનો આપઘાત, માતા-પિતાને લખી નોટ

Bhaskar News, Vadodara | Apr 10, 2017, 02:19 AM IST

  • વિદેશી સ્ટુન્ડટના આપઘાત બાદ પારૂલ યુનિવર્સિટીમાં પોલીસ પહોંચી અને ઇનસેટમાં સ્ટુડન્ટની ફાઇલ તસવીર
વડોદરા: છેલ્લા લાંબા સમયથી અનેક વિવાદોમાં ઘેરાયેલી પારૂલ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહેતા ઝામ્બીયાના એક સ્ટુડન્ટે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તેમજ એફ.એસ.એસ.ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃતકે આત્મહત્યા કરતાં પહેલા સ્ટુડન્ટે માતા-પિતાને સંબોધીને લખેલી ચિઠ્ઠી પોલીસે કબજે કરી હતી.

મૃતકે માતા- પિતાને સંબોધીને લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી
 
પારૂલ યુનિ.માં અનેક દેશના સ્ટુડન્ટ્સ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે અને તેઓ કેમ્પસમાં આવેલી ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહે છે. ત્યારે ઝાંમ્બીયાના એક વિદ્યાર્થીએ હોસ્ટેલની રૂમમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો સપાટી પર આવતાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ હોસ્ટેલ ખાતે એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
 
હેંગરની ખીલીમાં ચાદર લટકાવ્યા બાદ ગળેફાંસો ખાઇ લીધો
 
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, આત્મહત્યા કરનાર યુવક ઝીટે સકાલા (ઉ.વ.22) ઝામ્બીયાનો રહેવાસી હતો અને તે પારૂલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. સ્ટુડન્ટે હોસ્ટેલની રૂમ નંબર 512માં તેણે કપડા સુકવવા માટેનું હેંગર લગાવવામાં આવ્યું હોય તેની ખીલી સાથે ચાદર બાંધીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતાં પહેલા યુવકે ચિઠ્ઠી પણ લખી હતી. જેમાં માતા- પિતાને સંબોધી અપેક્ષા પૂરી કરવામાં નિષ્ફળ રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે ચિઠ્ઠી કબજે કરી તપાસ હાથ ધરી છે. 
 
પારૂલ યુનિ.ના વિદ્યાર્થીનું સયાજીમાં પોસ્ટ મોર્ટમ
 
વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલ રૂમમાં ગઇકાલે ગળા ફાંસો ખાનાર ઝામ્બિયાના વિદ્યાર્થીના મૃતદેહને  આજે સવારે પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પેનલ  ડોકટર દ્વારા તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.
 
મૃતદેહને 2 દિવસ કોલ્ડરૂમમાં મૂકાશે
 
વાધોડિયા રોડ ખાતે આવેલ પારુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા ઝામ્બિયીના વિદ્યાર્થી સકાલા જીટેએ ગઇકાલે બપોરે પોતાની રૂમમાં ગળા ફાંસો ખાઇ લીધો હતો. વાઘોડિયા પોલીસ દ્વારા ગઇકાલે રાત્રે તેનો મૃતદેહ વાઘોડિયા ખાતે આવેલ દવાખાનામાં રાખવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ કરાવવા અંગે નિર્ણય લેવામાં વિલંબ બાદ તેના પરિવારજનો વિદેશથી આવતાં બે દિવસ થવાની સંભાવનાને પગલે મૃતદેહ કોલ્ડ રૂમમાં મૂકવાનો હોવાથી અત્રે સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ સુનીલ ભટ્ટે જણાવ્યું હતું કે, યુવકે ગળા ફાંસો ખાધો હોવાથી મૃત્યુ થયું હતું, અન્ય કોઇ ઇજાનાં નિશાન કે નશો કરેલો ન હોતો.
 
પારુલ યુનિ.માં ભણતા વિદેશી વિદ્યાર્થી પર અનેક પ્રતિબંધો
 
પારૂલ યુનિ.ના વિદેશી સ્ટુડન્ટ્સે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પારૂલમાં સ્થાનિક અને વિદેશી સ્ટુડન્ટ્સ વચ્ચે મારમારીના બનાવ બન્યાં બાદ વિદેશી સ્ટુડન્ટ્સ પર અનેક પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે. પારુલ કોઇ યુનિવર્સિટી નથી પરંતુ તે એક સામાન્ય કોલેજ છે. કેટલાક પ્રોફેસર તો અંગ્રેજી ન આવડતું હોવાના કારણે હિન્દીમાં લેક્ચર લે છે અને તેના કારણે વિદેશી સ્ટુડન્ટ્સને ભાષા સમજાતી નથી. વિદેશી સ્ટુડન્ટ્સના કેમ્પસમાં પ્રવેશવા માટેનો ગેટ પણ અલગ કરી નાંખવામાં આવ્યો છે. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, હું તમારી અપેક્ષા પૂરી નથી કરી શક્યો....અગાઉ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Zambia Student Suicide in Parul University Hostel at Vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended