Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vaishali Travels Administrator Sons Wedding Day On Raid IT In Vadodara

વડોદરામાં લગ્ન પ્રસંગે જ IT વિભાગની ટીમ ત્રાટકી, જાણો પછી શું થયું?

Bhaskar News, Vadodara | Mar 02, 2017, 16:24 PM IST

  • વૈશાલી ટ્રાવેલ્સની ઓફિસે આઇટી વિભાગના દરોડા
વડોદરા:નોટબંધી બાદ બેંકોમાં થયેલા લાખો રૂપિયાના વ્યવહારો અને બેંક સ્ટેટમેન્ટ્સના આંકડાની માહિતી મળતાં જ વડોદરા ઇન્કમટેક્સ વિભાગની ટીમે શહેરના મુંજમહુડા- રાજમહેલ રોડ ખાતે વૈશાલી ટ્રાવેલ્સની ઓફિસ, પેટ્રોલ પંપ અને અકોટા ખાતેના આવેલ ધંધાકીય સ્થળે સર્વે હાથ ધરતાં જ હોબાળો મચી ગયો હતો. તો બીજી બાજુ લગ્ન પ્રસંગે જ આઇટીના સર્વેથી વૈશાલી ટ્રાવેલ્સના સંચાલક અને તેમના પરિવારજનોમાં પણ ભારે ખળભળ‌ાટ મચ્યો હતો.
 
વિગતો આઇટી વિભાગને સાંપડતાં જ સર્વેની કામગીરી હાથ ધરી 
 
નોટબંદી બાદ વેપારી-બિઝનેસમેને પોતાની પાસે પડી રહેલા રૂપિયાના કાળાનાણાંને સફેદ કરવા માટે સ્ટાફ-પરિવારજનોના એકાઉન્ટ્સમાં લાખો જમા કરાવ્યા હતા. કાળાનાણાંની થયેલી સૌથી વધુ હેરફેરની વિગતો આઇટી વિભાગને સાંપડતાં જ સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં વડોદરા ઇન્કમટેક્સ વિભાગના 10 ઓફીસરોની ટીમે ટ્રાવેલ્સ બિઝનેશ સાથે સંકળાયેલા વૈશાલી ટ્રાવેલ્સની મૂંજમહુડા, રાજમહેલ રોડ અને અકોટા ખાતે પુત્રની રીયલ એસ્ટેટની આવેલી ઓફીસ ખાતે સર્વેની કામગીરી હાથ ધરતાં જ હોબાળો મચી ગયો હતો. આઇટીના અધિકારીઓ વૈશાલી ટ્રાવેલ્સના સંચાલકના પુત્રના લગ્ન પ્રસંગે જ સર્વે હાથ ધરતાં જ લગ્ન પ્રસંગે આવેલા મહેમાન તથા પરિવારજનોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો. 
 
સર્વે માટે પહોંચ્યા પછી લગ્નની જાણ થઇ, વાંધાજનક બેંક વ્યવહારોની ઝીણવટભરી તપાસ હાથ ધરી, વાંચવા માટે ફોટો બદલો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vaishali Travels administrator sons wedding day on Raid IT in Vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended